ભચાઉ નજીકની ભૂમિ બપોરે 2.8 ની તીવ્રતાના અાંચકા સાથે ધ્રુજી હતી, જેનું કેન્દ્રબિંદુ મેઘપરમાં નોંધાયું હતું. ભચાઉ, રાપર અને વૈશ્વિક ધરોહર ધોળાવીરા નજીકના વિસ્તારમાં તા.12-1 બાદ અત્યાર સુધી 7 અાંચકા અાવ્યા છે, જેની તીવ્રતા 3થી લઇને 3.8 વચ્ચેની હતી.
તા.12-1ના રાપર પાસેના 2.8ની તીવ્રતાના કંપન બાદ અાંચકાની તીવ્રતા વધી ગઇ હતી, તેવામાં તા.3-3, ગુરૂવારના બપોરે ભચાઉથી 8 કિ.મી.ના અંતરે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં અાવેલા અાંચકાની તીવ્રતા ઘટીને 2.8 રહી હતી. બપોરે 2.15 કલાકે અાવેલા અાંચકાનું કેન્દ્રબિંદુ 23.373 અક્ષાંશ, 70.344 રેખાંશ સાથે 24.2 કિ.મી.ની ઉંડાઇઅે મેઘપરમાં નોંધાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.