ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરતા કચ્છમાં તા.31-12-21ની સ્થિતિઅે બે વર્ષમાં જમીન બિનખેતીમાં ફેરવવા માટે 2662 અરજી અાવી હતી, જેની સામે 2026 મંજૂર તો 636 નામંજૂર કરાઇ હતી. કોરોનાકાળમાં અેટલે કે, વર્ષ 2020થી લઇને બે વર્ષ દરમ્યાન કચ્છમાં ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા. જો કે, નવાઇની વાત અે છે કે, અા બે વર્ષ દરમ્યાન જમીન, પ્લોટ લે-વેચની સાથે બાંધકામ ક્ષેત્રે મંદીના બદલે તેજી જોવા મળી હતી.
ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરેલા આંકડા મુજબ જિલ્લામાં તા.31-12-21ની સ્થિતિઅે છેલ્લા બે વર્ષમાં બિનખેતી માટે 2662 અરજી અાવી હતી, જેમાં 2026 ઠામો બિનખેતીમાં ફેરવવા માટે મંજૂરીની મહોર મારવામાં અવી છે, જયારે 636 અરજી નામંજૂર કરાઇ છે. કચ્છના તાલુકાની સ્થિતિની વાત કરીઅે તો સાૈથી વધુ ભુજ તાલુકામાં 495 ઠામ તો સાૈથી અોછા રાપર તાલુકામાં માત્ર 80 ઠામ અેન.અે.થયા છે.
અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાઅે વિધાનસભામાં તા.31-12ની સ્થિતિઅે છેલ્લા બે વર્ષમાં કચ્છમાં જમીન બિનખેતી માટે કેટલી અરજી આવી અને તેની સામે કેટલી મંજૂર કરાઇ તેવા પ્રશ્નના જવાબમાં કચ્છના તંત્ર દ્વારા 2662 અરજી સામે 2026 મંજૂર કરાઇ હોવાની માહિતી અપાઇ હતી.
બે વર્ષમાં તાલુકાવાર મંજૂર અરજી
તાલુકો | અરજી |
અંજાર | 347 |
અબડાસા | 85 |
ગાંધીધામ | 147 |
નખત્રાણા | 108 |
ભચાઉ | 196 |
ભુજ | 495 |
માંડવી | 173 |
મુન્દ્રા | 213 |
રાપર | 80 |
લખપત | 182 |
જિલ્લામાં 6 વર્ષમાં 116667206 ચો.મી. જમીન એન.એ. થઇ
કચ્છમાં તા.1-7-14થી તા.30-6-2020 સુધી અેટલે કે, છ વર્ષના સમયગાળા દરમ્યાન 116667206 ચો.મી. જમીન બિનખેતી થઇ છે, જેની સામે વર્ષ 2019-20માં જ 3.10 કરોડ ચો.મી. જમીન અેન.અે. થઇ ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.