ક્રાઇમ:ભુજમાં રિક્ષામાંથી 26 હજાર ચોરનારા બાળ તસ્કર પકડાયા

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બી-ડિવિઝન પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોની અટકાયત કરી

ભુજના સ્ટેશન રોડ પર રિક્ષામાંથી 26 હજારની રોકડ રકમની ચોરીના કેસમાં કેમ્પ એરિયામાં રહેતા ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને બી ડિવિઝન પોલીસે પકડી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ બનાવ ગત 28મી ડીસેમ્બરના સાંજે સાતથી પોણા આઠ વાગ્યા દરમિયાન સ્ટેશન રોડ પર કલરની દુકાનની સામેથી બન્યો હતો. માધાપર રહેતો યુવક કલરની દુકાને પોતાની રિક્ષા લઇને આવ્યો હતો. દરમિયાન રિક્ષાની ડીકીમાંથી 26 હજાર રૂપિયાની ચોરી થઇ હતી.

આ કેસમાં બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ પંકજકુમાર કુસ્વાહને સીસીટીવી કેમેરા અને સોર્સ મારફતે બાતમી મળી હતી કે, ચોરી કરનારા કેમ્પ એરિયામાં રહેતા અને કિશોર વયના ત્રણ છોકરા હોવાનું જાણવા મળતાં તપાસ કરી ત્રણ કિશોરોના વાલી સાથે પુછપરછ કરતાં ત્રણેય કિશોરોએ ચોરી કર્યાનો ગુનો કબુલી લીધો હતો. આ અંગે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અંગે આગળની કાર્યવાહી બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.બી. મહેશ્વરીએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...