તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી:જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં 7 કરોડની 26 યોજનાઓને બહાલી અપાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોજનાથી 5182 જેટલા ઘરમાં નળ કનેકશનની સંખ્યામાં વધારો થશે

કલેકટર પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (DWSC) ની 31મી બેઠક યોજાઇ હતી. બેઠકમાં કુલ 704.32 ની 26 યોજનાઓને મંજુરી આપવામાં આવી હતી. આ યોજનાના અમલીકરણથી 5172 જેટલા ઘર-ઘર નળ કનેકશનની સંખ્યામાં વધારો થશે.

કલેકટરએ નળ જોડાણ ન ધરાવતા આંગણવાડી અને શાળાઓને પ્રાધાન્ય આપી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સબંધિતોને જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.માઢકે પેટા આરોગ્ય કેંદ્ર (સબ-સેન્ટર) સુધી પાણીની લાઇન પહોંચાડવા માટે રજુઆત કરી હતી. જે અન્વયે કલેક્ટરએ જરૂરી વિગતો એકત્ર કરી વાસ્મો પાસે રજૂ કરવા જણાવ્યું હતુ અને આ બાબતે કમગીરી ઝડપી કરવા સંબધિતોને સુચના આપી હતી.

‘વાસ્મો’ ભુજના કાર્યપાલક ઈજનેર જે.એલ.ચૌહાણે જિલ્લાની સમગ્ર વિગતોથી કલેકટરને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ સરકારી કે અન્ય ગ્રાંટમાંથી 10 જેટલા ગામોના કુલ 332 ઘરોમાં 100 ટકા નળ કનેકશનમાં વધારો થયો છે.

જિલ્લાના 964 ગામો પૈકી 855 ગામો 100 ટકા નળ જોડાણ ધરાવે છે જયારે 109 ગામોમાં 100 ટકા નળ જોડાણ કામ બાકી છે. વાસ્મોએ 211 બાકી રહેતા ગામોની કામગીરી કરવાની છે.

આ ઉપરાંત કલેક્ટરએ અગાઉ મંજુર થયેલ યોજનાઓની પ્રગતિની સ્થિતિનો તાગ મેળવી બાકીના કામો ઝડપી કરવા તાકિદ કરી હતી તથા વાસ્મો-ભુજ દ્વારા તૈયાર નવી યોજનાઓની મંજુરી, વિવિધ ગ્રાન્ટ દ્વારા 100 ટકા કનેકશન મેળવેલ ગામોની યાદી, અગાઉ મંજુર થયેલી યોજનાઓમાં સુધારા, શાળા-આંગણવાડીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવી વગેરે મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...