તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કચ્છમાં કોરોનાના વધુ 26 કેસ, જિલ્લા મથકમાં 8 પોઝિટિવ ઉમેરાયા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુજ તાલુકાના 15 દર્દીમાંથી ગામડાઅોના 7 સંક્રમિત

કચ્છ જિલ્લામાં રવિવારે વધુ 26 દર્દી ઉમેરાયા છે, જેમાંથી જિલ્લા મથક ભુજ શહેરના 8 પોઝિટિવ કેસ છે. ભુજ તાલુકાના ગામડાઅોમાં પણ 7 દર્દી છે. અામ, ભુજ તાલુકામાં જ કુલ 15 કેસ છે. જ્યારે અંજાર શહેરમાં 3 અને ગાંધીધામ શહેરમાં 4 પોઝિટિવ કેસ ઉમેરાયા છે.

ગામડાઅોમાં 11માંથી તાલુકા મુજબ જોઈઅે તો અબડાસા, અંજાર તાલુકામાં 2-2, ભુજ તાલુકામાં 7 કેસ છે. જોકે, 24 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, 235 દર્દી હજુ સારવાર હેઠળ છે. જે સ્થિતિ ઉપરથી અેક વાત સ્પષ્ટ થાય છે કે, ભુજ શહેર અને ભુજ તાલુકાના ગામડાઅોમાં સતત મોટી સંખ્યામાં કેસ વધી રહ્યા છે. જે લોકોમાં જાગૃતિનો અભાવ સૂચવે છે.

કચ્છ જિલ્લા માટે ભુજ શહેર અને તાલુકાના ગામડા ભારે સાબિત થાય અેમ છે. હકીકતમાં ભુજ શહેર અને ભુજ તાલુકામાં રાત્રિ કર્ફૂયૂની અાવશ્યકતા દેખાઈ રહી છે. જે બાબતે તંત્ર વેળાસર નિર્ણય લેવાની અાવશ્યકતા છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કુલ 3924 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી હજુ સુધી કુલ3569 દર્દી સાજા થઈ ગયા છે. તંત્રના અાંકડા મુજબ સારવાર દરમિયાન 81 દર્દીના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો