તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવી લોહાણા બાળાશ્રમ આયોજિત રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી તથા ભારાપરના દાતા સ્વ.ગંગાબેન કાનજી લીંબાણી પરિવારના સૌજન્યથી 22મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો હતો. જેમાં 253 દર્દીઓની આંખની ચકાસણી કરાઈ હતી. જે પૈકી ઓપરેશનને લાયક દર્દીઓને ટ્રસ્ટની બસ દ્વારા રાજકોટ લઇ જવામાં આવ્યા છે. કાર્યક્રમના અધ્યક્ષ બાળાશ્રમના પ્રમુખ હરીશભાઇ ગણાત્રા, માંડવી તાલુકા આયુર્વેદિક હેલ્થ ઓફિસર ડો.પિયુષભાઈ ડોડીયાવાળીયા, હોમિયોપેથીક હેલ્થ ઓફિસર ડો.યશ્વી અસારી, દાતા પરિવાર વતી ઈશ્વરલાલ લીંબાણી, નર્મદાબેન લીંબાણી, ટ્રસ્ટના ડો.રવિભાઈ, નિલેશભાઈ રાઠોડના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું. ઓપરેશનવાળા દર્દીઓને સંસ્થા તરફથી ધાબળા અપાશે તેમજ મેડીકલના સાધનો દાતા મહમદભાઇ સાલેમામદભાઈ ચાકી મુંબઈથી ભેટ આપવા આવ્યા હતા. જેમનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
આ કેમ્પમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે અમૃતપેય (ઉકાળો) અને હોમિયોપેથિક ગોળીનું વિતરણ જિ.પં. આયુર્વેદ અને હોમિયોપેથીક શાખા તરફથી નિઃશુલ્ક કરાયું હતું. જેની સેવા માંડવી તાલુકા લોહાણા મહાજનના સહયોગથી કરાઇ હતી. બાળાશ્રમના મંત્રી જયેશભાઈ સોમૈયાએ જણાવ્યું હતું કે આ નેત્રયજ્ઞમાં અત્યાર સુધીમાં 4500થી વધુ દર્દીઓની આંખની તપાસ તેમજ 700થી વધુ દર્દીઓના સફળ મોતિયાના ઓપરેશન કરાયા છે. કેમ્પને સફળ બનાવવા કન્વીનર શશીકાંત ચંદે, હસમુખ ઠક્કર, મૌલિક ચંદારાણા, સ્મિત ઠક્કર, કિશોર ગટ્ટાએ જહેમત ઉઠાવી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.