તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કોરોનામાં મૃતક પોલીસ કર્મીના પત્નિને 25 લાખનો ચેક અર્પણ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ગૃહવિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ કોરોના કાળ દરમિયાન ચાલુ ફરજે સંક્રમણ થકી પોલીસ કર્મચારીનું મૃત્યુ થાય તેવા કિસ્સામાં રૂપિયા 25 લાખ આપવાની જોગવાઇ અંતરગત પશ્ચિમ કચ્છના ખાવડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા આર્મ હેડ કોન્સ્ટેબલ વેલજીભાઇ કચુભાઇ મહેશ્વરીનું કોરોનાના સંક્રમણને કારણે દુખદ અવસાન થયા બાદ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત મંજુર થતાં ગુરૂવારે સદ્ગત વેલજીભાઇના પત્નિ ભચીબેન વેલજીભાઇ મહેશ્વરીને પશ્ચિમ કચ્છ નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.દેસાઇના હસ્તે 25 લાખનો ચેક અર્પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...