તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદાનો ખુલ્લો સમ્પ:પાલિકાના કુકમા પાસેના 75 લાખ લીટરના ખુલ્લા સમ્પથી 2.5 લાખ ભુજવાસીઓના જીવ જોખમમાં

લાખોંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કુકમા પાસે આવેલો નર્મદાનો ખુલ્લો સમ્પ - Divya Bhaskar
કુકમા પાસે આવેલો નર્મદાનો ખુલ્લો સમ્પ
 • શહેરીજનોને ઘરમાં નળવાટે પહોંચતું પાણી ચોકીદાર વગર જોખમી સાબિત થઇ શકે છે
 • ઓગસ્ટ 2019માં જ્યાં ત્રણ જિંદગી હોમાઈ તે રો વોટર નર્મદા સમ્પ હજુ ચોકીદાર વિના ખુલ્લો !

આજથી એક વર્ષ અને સાત મહિના અગાઉ જે કુકમા સંપમાં ત્રણ જિંદગીઓ હોમાઈ ગઈ હતી,તે નર્મદાનો સંપ હજુ ખુલ્લો જ છે. જેના થકી ૨.૫ લાખ ભુજવાસીઓના જીવ ભુજ નગરપાલિકાના વાંકે જોખમમાં મૂકાયા છે.

કુકમાથી શેખપીર વચ્ચે આવેલો ૭૫ લાખ લિટરનો નર્મદા સંપ હજુ ખુલ્લો છે અને નગરપાલિકા આ મુદ્દે હજુ બેદરકાર છે. ભાસ્કરે ઘટનાસ્થળે મુલાકાત લઈને જોયું તો,ત્યાં હાલ કોઈ જ રોકવાવાળો ચોકીદાર પણ નથી.પાણીમાં અઢળક ગંદકી છે.આ વિસ્તાર હકીકતમાં પ્રતિબંધિત છે,પણ પ્રતિબંધિત માત્ર નામનો જ છે. અહીં કોઈ પણ વ્યક્તિ આવીને ૭૫ લાખ લીટર પાણીના સંપમાં કાંઈ ઉમેરી જાય તો ૨.૫ લાખ ભુજવાસીઓની ઝીંદગી જોખમમાં મૂકાઈ જાય તેમ છે.કોરોના મહામારીમાં લોકો માંડ જીવ બચાવી રહ્યા છે,ત્યારે આ પ્રકારની બેદરકારી ગંભીર સાબિત થઇ શકે છે.

આ સંપમાં હાલ પક્ષીઓની ચરક,લિલ,શેવાળ સહિત અનેક ગંદકી નરી આંખે જોઈ શકાય તેમ છે.દોઢથી બે ફુટ સુધીમાં આજે પણ અહીં કાદવ રહેલ છે.ત્યારે ન માત્ર પીવાનું પાણી પૂરું પડવું પણ તેની ગુણવતા મુદ્દે પણ પાલિકાએ ધ્યાન લઈને કાર્ય કરવું જોઈએ તો જ લોકોનું સ્વાસ્થ્ય જોખમાતાં બચાવી શકાશે.

કુકમા પંચાયત કાગળિયા લખી લખી થાકી,પાલિકાના મનમાં નથી !
આ મુદ્દે અનેકવાર કુકમા પંચાયત દ્વારા પાલિકાને લેખિતમાં જાણ કરાઈ છે,અને રાત્રીસભામાં પણ પ્રાંતઅધિકારી સામે આ મુદ્દો ઉઠી ચૂક્યો છે છતાંય પાલિકા એ મગનું નામ મરી નથી પાડ્યું.અનેક વાર અહીં પશુઓ અને માનવ જિંદગી હોમાતા પણ પંચાયત અને સ્વયંસેવકોએ બચાવી છે.કુકમાના સરપંચ કંકુબેન વણકરે જણાવ્યું કે,અહીં સંપ નજીક પાલિકાના બોરમાં દબાણ છે તે મુદ્દે પણ પાલિકા અને મામલતદાર સહિતનાઓ પત્ર લખાયા છે,પણ હજુ સુધી કોઈજ કાર્યવાહી કરવામાં નથી આવી.જેથી અઘટિત ઘટનાની ભીતિ સેવાઈ રહી છે.

અસામાજિક તત્વો ઝેર નાખશે,તો લોકો પાણી સમજી પી જશે : વિપક્ષ
વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આ મુદ્દે અનેકવાર રજૂઆતો અને લડત કરી છે,ત્યારે તેમને જણાવ્યું કે,અહીં આવેલો ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ છે.ત્રણ લોકોના જયારે મૃત્યુ થયા હતા ત્યારે બે દિવસ લોકોએ લાશ વાળું પાણી પીધું હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે.વધુમાં જાડેજાએ કહ્યું કે,જો કોઈ અસામાજિક તત્વ અહીં ઝેર પણ નાખી જાય તો લોકો પાણીને ઝેર સમજી પી જાય તેમ છે.આ મુદ્દે નગરપાલિકા કમિશનરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરાઈ છે.ઓછામાં ઓછા ચાર સિક્યુરિટી ગાર્ડ મૂકવા પણ અનેકવાર કહેવાયું છે.કરોડો રૂપિયાનો સરકારનો ખર્ચો બંધ પ્લાન્ટના કારણે એળે ગયો હોવાનો પણ તેમને આક્ષેપ કર્યો હતો.

ભૂકંપ બાદ આ પાણીનો સમ્પ ખુલ્લો જ છે,સાફ કરતા દસ દિ’ લાગેે : ચીફ ઓફિસર
આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડાત એ જણાવ્યું હતું કે,કુકમા ખાતે ભૂકંપ પછી વર્લ્ડબેન્કની મદદથી બનેલો આ રો વોટર ટેન્ક ત્યારથી ખુલ્લો જ રખાયો છે.ત્યાંથી ટ્રીટમેન્ટ સંપ અને ત્યારબાદ ક્લિયર વોટર સંપમાં જાય છે પછી ભુજ ખાતે પાણી આવે છે.રો વોટર સંપ રાજ્યભરમાં ખુલ્લા છે,તો કુકમાનો સંપ હજુ પાણી પુરવઠા વિભાગના કબ્જામાં છે.કુકમા નજીક બે સંપ છે,એક બન્ની અને બીજો ભુજ માટે છે.આ સંપની સફાઈ માટે ઓછામાં ઓછો દસ દિવસનો સમય લાગે તેમ છે.એક બંધ રાખી બીજાને સાફ કરી શકાય તે માટે અમે માંગ કરી છે.હાલ ફિલ્ટર પ્લાન્ટનો ટ્રાયલ રન પણ ચાલી રહ્યો છે.ટૂંક સમયમાં આ સંપનો પાલિકા કબ્જો લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો