આદેશ:કચ્છના 24 મહેસૂલી તલાટી હંગામી ધોરણે બન્યા નાયબ મામલતદાર

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણીને લઇને કલેક્ટરનો આદેશ
  • ​​​​​​​નાયબ મામલતદારો સહિત 32 અધિકારીની પણ અાંતરિક બદલી

ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણીને લઇને કચ્છના 24 મહેસૂલી તલાટીઅોને હંગામી ધોરણે નાયબ મામલતદાર તરીકે બઢતી સાથે જિલ્લાના નાયબ મામલતદારો સહિત 32 અધિકારીઅોની પણ અાંતરિક બદલી તા.12-11, શુક્રવારના કચ્છ કલેક્ટર દ્વારા કરાઇ છે.

24 મહેસૂલી તલાટીઅોમાંથી ડી.સી. ઠાકોરને સ્ટેમ્પ ડ્યૂટી નાયબ કલેક્ટર કચેરી-ભુજ, ડી.અેન. સોલંકી રાપર મામલતદાર કચેરી, અેચ.પી. રાજગોર કલેક્ટર કચેરી, અેમ.અેસ. જાડેજા ભુજ ગ્રામ્ય મામલતદાર કચેરી, અેસ.અાર. ગોસ્વામી નખત્રાણા મામલતદાર કચેરી, પી.અેચ. વણકર મુન્દ્રા પ્રાંત કચેરી, અેસ.અેમ. મેમણ અબડાસા મામલતદાર કચેરી, અેચ.અાર. જોષી મુન્દ્રા મામલતદાર કચેરી, અેચ.અાર. અામના અબડાસા પ્રાંત કચેરી, વી.અે. મહેશ્વરી ભચાઉ પ્રાંત કચેરી,

જીગર અેમ. ધોળુ ભુજ પ્રાંત કચેરી, અેલ.કે. ગઢવી માંડવી મામલતદાર કચેરી, જી.અાર. ગઢવી લખપત મામલતદાર કચેરી, અેચ.કે. માલવિયા ભચાઉ મામલતદાર કચેરી, અે.ડી. પટેલ અંજાર પ્રાંત કચેરી, જી.અેન. ઝાલા અંજાર મામલતદાર કચેરી, અાર.અેન. પરમાર ગાંધીધામ મામલતદાર કચેરી, અેન.અાર. શાહ ભુજ ગ્રામ્ય મામલતદાર કચેરી, અેમ.પી. પટેલ નખત્રાણા મામલતદાર કચેરી, વી.કે. ચાૈહાણ અબડાસા મામલતદાર કચેરી, વાય.અેમ. પ્રજાપતિ રાપર મામલતદાર કચેરી,

અાઇ.જે. સુવારિયા માંડવી મામલતદાર કચેરી, કે.પી. ગોસ્વામી ભચાઉ મામલતદાર કચેરી અને અે.વી. રાઠોડની કલેક્ટર કચેરીઅે નાયબ મામલતદાર તરીકે બઢતી સાથે બદલી કરાઇ છે. અા ઉપરાંત કચ્છના 32 નાયબ મામલતદાર, શિરસ્તેદાર, સર્કલ અોફિસર અને પુરવઠા નિરીક્ષકની પણ જાહેર હીત અને વહીવટી સરળતા ખાતર અાંતરિક બદલી કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા કરાઇ છે અને તા.12-11ના બપોર બાદ તેમની બદલીની જગ્યાઅે હાજર થવા અાદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...