તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • 24 Hours Electricity And Water Facility In The Village, Despite More Than 5 Thousand Animals, Dirt Is Not Seen Anywhere

કચ્છમાં શિરમોર, ભીમાસર:8 હજારની વસ્તીવાળું આ ગામ વર્ષે 2 કરોડની કરે છે કમાણી, 5 હજારથી વધુ પશુઓ છતાં ગંદકી નહીં, 25 હજાર વૃક્ષોથી છવાઈ હરિયાળી

ભુજ23 દિવસ પહેલાલેખક: મયુર ઠક્કર
  • સુએજ લાઈન અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તમામ ફળિયામાં આરસીસી રોડ
  • ઘાસની અછતનો સામનો કર્યા પછી, ગામના સત્તાવાળાઓએ એક વર્ષ પહેલા ઘાસનું મેદાન બનાવ્યું
  • સમગ્ર ગામમા 20 થી 25 હજારથી પણ વધુ વૃક્ષો

પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં આવેલું ભીમાસર ગામ ઐતિહાસિક મહત્વતાની સાથે આધુનિક સુવિધા ધરાવતું સુંદરમજાનું ગામ છે. ભીમાસરમાં તમામ મૂળભૂત સવલતો સાથે લોકોની સ્વજાગૃતિ આ ગામને સ્વચ્છ બનાવી રાખે છે. અહીંનું વાતાવરણ મોટા શહેરોમાં હોય તેનાથી પણ વિશેષ ભાસે છે.

ભીમાસર પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું
કચ્છમાં વર્ષ 2001ના આવેલા મહા ભૂકંપના કારણે સેંકડો ગામની સાથે ભીમાસર પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. ગામ શહેરોને ફરી બેઠાં કરવા સરકાર દ્વારા અનેક ઉદારનીતિ હેઠળ કામગીરી કરવામાં આવી જેના ભાગૃરુપે રાજ્ય સરકારે ગામ નિર્માણ અંતર્ગત પાંચ પેકેજ જાહેર કરાયા હતા જેમાં ભીમાસર ગામ પેકેજ ન. 5 યોજનાનો લાભ લેનાર કચ્છ જિલ્લાનું એક માત્ર ગામ બન્યું. રાજ્ય સરકારના રૂ. 11 કરોડ અને સહારા ઇન્ડિયા ગ્રુપ ફાઉન્ડેશનની રૂ.11 કરોડની મદદ સાથે નવા સ્થળે ભીમાસર નવ સર્જન પામ્યું. રૂ. 22 કરોડના ખર્ચે વિશાળ પટાંગણ સાથે ઉભા થયેલા 842 મકાન 2004ના વર્ષમાં લોકાર્પિત કરવામાં આવ્યા હતા.

સમગ્ર ગામમા 20 થી 25 હજારથી પણ વધુ
ડી.આર.યુ.સી.સી અમદાવાદ ડીવીઝન ભારતીય રેલ્વેમનજી મેમાભાઈ આહિરના જણાવ્યા મુજબ હાલે ગામમાં પહોળા રસ્તાઓની સાથે , પર્યાવરણ રક્ષણ માટે બંને બાજુએ કતારબંધ લીલા વૃક્ષો છે. સમગ્ર ગામમા 20 થી 25 હજારથી પણ વધુ વૃક્ષો છે, તો છ કોમ્યુનિટી સેન્ટર, ગામની સલામતી હેતુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક આવેલું છે,જેનું ઓપરેટિંગ પંચાયત કચેરીમાંથી કરવામાં આવે છે. સુએજ લાઈન અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. ઉપરાંત તમામ ફળિયામાં આરસીસી રોડ છે. પ્રાથમિક અને માધ્યમિક શાળા સંકુલો છે. તો આત્મનિર્ભર બનવા તાલીમ કેન્દ્ર છે. મનોરંજન હેતુ બાગ બગીચા પણ ખરા. વીજળી, પાણીની 24 કલાક સુવિધા રહેલી છે.

વાર્ષિક રૂ. 2 કરોડની કમાણી
એક રીતે, ગામ 'આત્મનિર્ભર' છે કારણ કે સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ સ્વનિરભર છે. કેન્દ્ર સરકારની કર રાહત યોજના હેઠળ ભૂકંપ પછી ગામની આસપાસ ઘણી ખાદ્યતેલ રિફાઇનરીઓ આવી છે. ગ્રામ પંચાયત આ રિફાઇનરીઓ અને અન્ય ઉદ્યોગોમાંથી ટેક્સ તરીકે વાર્ષિક રૂ. 2 કરોડની કમાણી કરે છે. હાલ ચાર જેટલી ખાદ્યતેલ રિફાઇનરી આવેલી છે. અન્ય ઉધોગો પણ ખરા.

ઓટોમેટિક ટપક સિંચાઈ વ્યવસ્થા સ્થાપિત કરાઈ
ગામની આસપાસ ઉદ્યોગો હોવાથી, ગામને પ્રદૂષણની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પ્રદૂષણની સમસ્યાને દૂર કરવા માટે વન વિભાગ સાથે સંકલનમાં દેશી વૃક્ષોના આશરે 2500 રોપાઓ રોપવામાં આવ્યા હતા. આ વૃક્ષો એવી રીતે વાવેતર કરવામાં આવે છે કે જ્યારે તે ઉગે છે ત્યારે તે છત્ર બનાવે છે. ઓટોમેટિક ટપક સિંચાઈ વ્યવસ્થા પણ સ્થાપિત કરવામાં આવી છે જે સવારે 7 વાગ્યે પાણી આપવાનું શરૂ કરે છે અને 9 વાગ્યે બંધ થાય છે.

ગામમાં 8 હજારની વસ્તી
પૂર્વ કચ્છમાં ભીમાસર નામના બે ગામ આવેલા છે જેમાં આ ભીમાસર 'ચકાસર'ના નામ સાથે ઓળખાય છે. ગામના લોકો મુખત્વે ખેતી , પશુ પાલન અને પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ગામમાં 8 હજારની વસ્તી છે જેમાં આશરે 3,હજાર પરપ્રાંતિય મજૂરોનો સમાવેશ થાય છે જે આસપાસના ઓદ્યોગિક વિસ્તારમાં કામ કરે છે એવું ગામના વહીવટદાર દિનેશભાઇ ડુંગરિયાએ કહ્યું હતું.

નર્મદા પાણીનો ઉપીયોગ ખેતીકાર્યમાં કરતા થયા
અહીંથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી ખવડુતોને ખેતી માટે ઉપીયોગી પુરવાર સાબિત થાય છે. ગામના અંદાજિત 800 જેટલા ખેડૂતો પૈકી હાલ 30 જેટલા ખેડૂતો નર્મદા પાણીનો ઉપીયોગ ખેતીકાર્યમાં કરતા થયા છે. પીવાના પાણીમાં પણ ગામને નર્મદાના પાઇપ લાઈનના પાણી મળી રહ્યા છે. ઘાસની અછતનો સામનો કર્યા પછી, ગામના સત્તાવાળાઓએ એક વર્ષ પહેલા ઘાસનું મેદાન બનાવ્યું હતું.

માર્ગો કે ફળિયામાં ગંદકી દેખાતી નથી
અન્ય 'ગૌચર' જમીન પર કોઈજ પ્રકારનું અતિક્રમણ કરાતું નથી. ગામમાં 1,100 ગાય સહિત કુલ 5 હજાર પશુધન છે. પણ માર્ગો કે ફળિયામાં ગંદકી દેખાતી નથી. ગ્રામજનોની સ્વયં શિસ્ત અને જાગૃતિથી ઘરના આંગણામાં અલગ ઉકરડો બનાવી રખાય છે. મહિલા વર્ગ ગામની સ્વચ્છતા માટે ખાસ કાળજી લે છે. અને ઘર તથા ઘરની બહારનું ફળિયું જાતે સાફ રાખે છે.

અન્ય સમાચારો પણ છે...