તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જુગાર રમતા 24 જણા 40 હજાર સાથે ઝડપાયા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડ રકમ, મોબાઇલ અને મોટર સાયકલ મળી 1,08,890નો મુદામાલ પકડ્યો

પશ્ચિમ કચ્છના ભુજ શહેર, માધાપર તેમજ મુન્દ્રા તાલુકાના પત્રી તથા અબડાસા તાલુકાના નલિયા, નાની બાલાચોડઅને લખપતના ઘડુલી ગામે પોલીસે અલગ અલગ જુગાર પર 6 દરોડા પાડીને 24 જેટલા લોકોને રૂપિયા 40,340ની રોકડ રકમ, 7 મોબાઇલ અને ચાર મોટર સાયકલ સહિત 1,14,840ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ વિરૂધ ગુનો નોંધ્યો હતો.

ભુજના દાદુપીર રોડ પર વાલ્મીકીવાસમાં ગંજીપાના વળે જુગાર રમતા મહેન્દ્ર રમેશ સોલંકી, રવી હરજીભાઇ પુરબીયા, પ્રકાસ વિશ્રામભાઇ સોલંકી, પ્રકાસ દીલીપભાઇ મકવાણા, બી ડિવિઝન પોલીસે 5,200 રૂપિયા રોકડા અને 5,500ના બે મોબાઇલ સહિત 10,700ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ ગુનો નોંધ્યો હતો.

માધાપરની ભાદરકા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ઇબકબાલ મામદ ખત્રી, મેમુના નૂરમામદ શેખ, કરીમા હુશેન શેખ, મંજુબેન મહેશભાઇ તળપદા સહિત ચાર જણાને બી ડિવિઝન પોલીસે 4,220ની રોકડ અને એક મોબાઇલ મળીને 4,720ના મુદામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો. બીજીતરફ મુન્દ્રા તાલુકાના પત્રી ગામે જાહેરમાં જુગાર રમતા બાબુ રૂડાભાઈ આહીર (ઉ.વ.42)રાજેશ રામજીભાઈ આહીર (ઉ.વ.30),મનોજ ખીમજીભાઈ મહેશ્વરી (ઉ.વ.30), ભરતસિંહ લઘુભા જાડેજા(ઉ.વ.32) રહે તમામ પત્રી ગામવાળાને રૂપિયા 10,700ની રોકડ રકમ, તથા 6,500રૂપિયાના ત્રણ મોબાઈલ અને 10,000ની ચાર મોટરસાયકલ મળી કુલ્લ 27,200નો મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ મુન્દ્રા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

અબડાસા તાલુકાના નલિયા ખાતે મફતનગરમાં ધાણી પાસાનો જુગાર રમતા જુમા સુમાર કોલી, અરવિંદ રમેશ કોલી, હરેશ રમેશ કોલીને નલિયા પોલીસે ઝડપી લીધા હતા તેમના પાસેથી રોકડ રૂપિયા 1,800 કબજે લઇ તેમના વિરૂધ ગુનો નોંધ્યો હતો. બાલાચોડ ગામની સીમમાં તીન પતીનો જુગાર રમતા રમેશગીરી શંભુગીરી ગોસ્વામી રહે નાની બાલાચોડ, હંસરાજભાઇ ભાણજીભાઇ ભાનુશાલી રહે મોથાળા, નીતિન લક્ષ્મીદાસ ભાનુશાલી રહે નાની બાલાચોડ, રણજીતસિંહ જીલુભા જાડેજા, પ્રહલાદસિંહ ખોડુભા જાડેજા રહે , લકધીરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, ત્રણેય રહે ભીમાપર અબડાસા સહિત 6 જણાઓને નલિયા પોલીસે 16,270ની રોકડ રકમ અને 50 હજારની ચાર મોટર સાયકલ સહિત 66,270ના મુદામાલ સાથે ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી.

લખપત તાલુકાના ઘડુલી ગામે જાહેરમાં ધાણી પાસાનો જુગાર રમતા કાનજી અરજણ મહેશ્વરી, રતનબેન બુધાભાઇ મહેશ્વરી અને સોહિલ અલીમામદ રાયમાને દયાપર પોલીસે 2,150ની રોકડ રકમ અને બે હજારના મોબાઇલ સહિત 4,150ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...