વીજ ચોરી:ભુજ-માધાપરમાંથી 23.86 લાખની વીજ ચોરી પકડાઇ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેક કરાયેલા 602 જોડાણ પૈકી 58માં ગેરરીતિ જણાઇ

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની રાજકોટ કોર્પોરેટ કચેરીની ટીમો દ્વારા સ્થાનિક કર્મચારીઓને સાથે રાખીને ભુજ તેમજ માધાપરમાં ચેકિંગ ડ્રાઇવ હાથ ધરાઇ હતી જેમાં વિવિધ કેટેગરીના વીજ જોડાણની ચકાસણીના અંતે 23.86 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી.

ભુજ શહેર પેટા વિભાગ-2 અને માધાપર પેટા વિભાગીય કચેરી તળે આવતા રહેણાક, વાણિજ્યિક અને ઔદ્યોગિક હેતુ સાથે જોડાણ ધરાવતા 602 જેટલા વીજ ગ્રાહકોના મીટરની ચકાસણી કરવામાં આવી હતી જેમાં 28 કનેક્શનમાં નિયમોને નેવે મૂકીને વીજ વપરાશ થતો હોવાનું બહાર આવતાં 23.86 લાખના દંડ સહિતના વીજ બિલો ફટકારવામાં આવ્યા હતા.

અલગ અલગ વિસ્તારોમાં ત્રાટકેલી 28 ટીમોએ ઘર વપરાશના 529, કોમર્શિયલ 68 અને ઔદ્યોગિક હેતુ સાથેના 5 કનેક્શન ચકાસ્યા હતા જે પૈકીના 58 જોડાણમાં ગેરરીતિ જણાઇ હતી. ભુજમાં ભુજીયાની તળેટી, ભીડ ગેટ, પાટવાડી નાકા વિસ્તાર, રેલવે સ્ટેશન, કુંભાર ફળિયા, બાપા દયાળુ નગર, સેજવાળા માતામ, આશાપુરા નગરી તેમજ માધાપર જૂના વાસમાં વિજીલન્સની ટુકડીઓએ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. આગામી સમયમાં ચેકિંગ ઝુંબેશને વધુ વેગવંતી બનાવાશે તેમ ભુજ વર્તુળ કચેરીના વીજ વડા અમૃત એસ. ગરવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...