તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી મુહિમ છેડાઇ:અબડાસાના 23 અધિકારીએ 68 અતિકુપોષિત બાળકો દત્તક લીધા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં બાળકોને પોષણયુક્ત બનાવવા માટે અનોખી મુહિમ છેડાઇ

છેવાડાના અબડાસા તાલુકામાં અતિકુપોષિત બાળકોને પોષણયુક્ત બનાવવા માટે નવી મુહિમ છેડવામાં આવી છે આ બાળકોને જુદા જુદા અધિકારીઓએ દત્તક લઈ તેના પોષણ માટેની જવાબદારી સોંપવામાં આવી છે.ગત તાલુકા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ તાલુકાના સંકલન અધિકારીઓને આ બાળકોને દત્તક લીધા છે.

જેમાં પ્રાંત અધિકારી સહિત, તાલુકા વિકાસ અધિકારી, નાયબ કાર્યપાલક ઈજનેર પીજીવીસીએલ કોઠારા,ગુણવતા નિયમન કચેરી,પાણી પુરવઠા બોર્ડ,આઇસીડીએસના મુખ્ય સેવિકા,બ્લોક હેલ્થ ઓફિસર,અન્ન નાગરિક પૂરવઠા નિગમ ગોડાઉન મેનેજર, પેટા તિજોરી અધિકારી, સીપીઆઈ,રેન્જ ફોરેસ્ટ ઓફિસર નલિયા ઉત્તર અને દક્ષિણ રેન્જ તેમજ નલિયા, પીજીવીસીએલ, મીઠી સિંચાઈ યોજના નાયબ કાર્યપાલક ઈજનેર,જખૌ પીએસઆઈ,જળ સિંચન પેટા વિભાગબ નાયબ કાર્યપાલક ઈજનેર,વાયોર પીએસઆઇ, વેટરનીટી પશુ દવાખાનું, ડેપો મેનેજર, સીઆરસી કો ઓર્ડીનેટરે બાળકો દત્તક લીધા છે.

સરકાર દ્વારા આવા અતિકુપોષિત બાળકોના પોષણ માટે બાલશક્તિના પેકેટ આપવામાં આવે છે પણ અબડાસામાં માતા પિતા પોતાના બાળકોને આ પેકેટનું ફૂડ આપતા ન હતા જેથી બાળકોનો વિકાસ અટકી ગયો હતો જેથી હવે પોષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે જણાવ્યું કે,તેઓએ હોથી વાંઢ અને સુખપર બારામાં બે બાળકીને દત્તક લીધી છે.

આ ઉપરાંત અધિકારીઓએ કુલ 68 અતિકુપોષિત બાળકોને દત્તક લીધા છે આ બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે અને સરકાર દ્વારા અપાતા બાલશક્તિના પેકેટના પાવડરનું સેવન કરે એ માટે જવાબદારી સોંપી દેવાઈ છે દર મહિને આ કામગીરીનો રીવ્યુ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...