તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:દેશના પ્રથમ ક્રમાંકિત કંડલા પોર્ટના કાર્ગો હેન્ડલીંગમાં 23 ટકાનો ઘટાડો !, દેશના 12 મહાબંદરગાહોમાંથી 11 પર આયાત-નિકાસમાં 21 ટકાનું ગાબડું

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેશ વ્યાપારમાં ઘટાડાની અસર વર્તાઇ
 • ક્રુડ, કોલ, કન્ટેઇનર તથા તમામ માલસામાન પર અસર : એપ્રિલ-19માં 11.30 એમએમટી કાર્ગોની સામે એપ્રિલ-20માં 8.67 એમએમટી કાર્ગોનું હેન્ડલીંગ

કોરોના મહામારીએ વિશ્વ અર્થવ્યવસ્થા ડગમગાવી દીધી છે. દુનિયા પર ભયાનક મંદીનો ખતર મંડરાઇ રહ્યો છે. તેનો અંદેશો એપ્રીલ માસમાં જ આવી ગયો છે. દેશના પ્રથમ ક્રમાંકિત કંડલા પોર્ટ પર એપ્રીલ- 2020માં કાર્ગો હેન્ડલીંગમાં અધધ 23.25 ટકાનો અૈતિહાસીક ઘટાડો નોંધાયો છે. દસેક વર્ષથી કંડલા પોર્ટે સતત પ્રગતિ જ કરી છે. પરંતુ કોરોનાના લીધે કાર્ગોના હેન્ડલીંગમાં આ ઘટાડો નોંધાયો છે. જોકે કંડલાની સાથે દેશના અન્ય મહાબંદરો પર પણ કાર્ગોમાં ઘટાડો નોંધાયો છે. 

આ અંગે મળતી વિગતો મુજબ કોરોના મહામારીએ મહાસત્તાઅોના અર્થતંત્રને નુકસાન પહોચાડ્યું  છે. વળી વિશ્વભરના દેશોમાં લોકડાઉનના કારણે વાહન-વ્યવહાર, દ્યોગિઔક એકમોમાં ઉત્પાદન સહિતને અસર થઇ છે. અનેક ઉત્પાદનની માંગમાં પણ ઘટાડો થયો છે. જેની સીધી અસર પોર્ટ સેક્ટરને થઇ છે. આયત અને નિકાસમાં પણ ઘટાડો થયો છે. સામાન્ય રીતે કંડલા મહાબંદરગાહના કાર્ગોમાં સતત વધારો જ થતો હોય છે. પરંતુ વર્ષો બાદ કંડલા પોર્ટના કાર્ગોમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલ-20 માસમાં કંડલા પોર્ટ પરથી 8.67 મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું હેન્ડલીંગ ગયું છે. જે ગયા વર્ષ કરતા 2.62 એમએમટી અોછુ છે. ગત વર્ષે એપ્રિલમાં કંડલા પોર્ટ પરથી 11.30 એમએમટી કાર્ગોનું હેન્ડલીંગ થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે દેશના 12 મહાબંદરગાહોમાંથી 11 બંદરોના કાર્ગોમાં ઘટાડો થયો છે. માત્ર માર્મગોવા પોર્ટના ટ્રાફિકમાં પાંચ ટકાનો વધારો થયો છે ! અર્થતંત્રમાં તેજી આવશે તો કાર્ગો આપોઆપ વધી જશે. પરંતુ કંડલા પોર્ટને ખતરો પોતાના પ્રથમ સ્થાન ગુમાવવાનો છે. એપ્રિલ 2020માં કંડલા પોર્ટે 86,74,000 ટન કાર્ગોનો હેન્ડલલીંગ કર્યું છે. તેની સામે પારાદિપ પોર્ટે પણ 85,64,000 ટન કાર્ગોનો હેન્ડલીંગ કરી લીધું છે. આમ પારાદિપે કંડલાથી માત્ર 1,10,000 ટન પાછળ છે. મહાબંદરગાહોમાં આટલું અંતર કઇ ન કહેવાય. ત્યારે કંડલા પોર્ટે માળખાગત સુવિધાઓ અને ક્ષમતા વધારો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો