તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કચ્છમાં 83 દિવસ પછી કોરોનાના 23 કેસ, અંજારમાં 5 અને ગાંધીધામમાં 4 દર્દી સંક્રમિત

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સારવાર હેઠળ દર્દીઅોની સંખ્યા વધીને 176 ઉપર પહોંચી ગઈ
 • જિલ્લામાં શહેરોના 12 અને ગામડાઅોના 11 સંક્રમિત નોંધાયા
 • તંત્રએ જાહેર કરેલા અાંકડામાં 31 દર્દીઅોનો હિસાબ જ નથી

કચ્છમાં વકરતા કોરોના વચ્ચે ચોથી જાન્યુઆરી એટલે કે, 83 દિવસ પછી રવિવારે 23 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં શહેરોના 12માંથી અંજારમાં 5, ભુજમાં 3, ગાંધીધામમાં 4 કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગામડાના 11માંથી તાલુકા મુજબ અબડાસા, ભચાઉ, લખપત, મુન્દ્રા, રાપરમાં 1-1, અંજાર, ભુજમાં 3-3 કેસનો સમાવેશ થાય છે. જોકે, વધુ 13 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, સારવાર હેઠળ વધીને 176 દર્દી થઈ ગયા છે.

તંત્રઅે અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ 4966 કેસમાંથી 4678 દર્દી સાજા થઈ ગયા છે, જેથી બંને વચ્ચેનો ફરક 288 થાય છે. 288 દર્દીમાં 176 સારવાર હેઠળના દર્દીઅો બાદ કરીઅે તો બાકી 112 રહે, જેમાંથી પણ તંત્રઅે બતાવેલા 81 દર્દી કોરોનાની સારવાર દરમિયાન મોત બાદ કરીઅે તો 31 દર્દીઅોનો હિસાબ તંત્ર પાસે નથી. મતલબ મોતના અાંકડા છુપાવવાની રમતમાં તંત્ર અંકગણિતમાં ક્યાંકને ક્યાંક ભૂલ કરી જ થાય છે.

હવે જ્યારે તંત્રની ભૂલ પકડી પાડી છે ત્યારે ફરી અાંકડાઅોમાં મેળ પાડવાની રમત શરૂ થઈ જશે. જે અંતે પ્રજાને ભારી પડે છે. કેમ કે, અોછા અાંકડા બતાવીને તંત્ર લોકોને બેદરકાર બનાવી દે છે. લોકો ગંભીરતા સમજતા નથી. બીજી તરફ લોક ડાઉન સમયે સામાન્ય ઉપર રોફ જમાવી કરોડ રૂપિયાનો દંડ વસુલનારા પોલીસ, અાપત્તિ વ્યવસ્થાપન અને અારોગ્ય વિભાગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે રાજકારણીઅો કોરોનાની માર્ગદર્શિકાનો ભંગ કરતા હતા છતાં તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરી ન હતી, જેથી સ્પષ્ટ થઈ ગયું છે કે, તંત્રના અધિકારીઅો પ્રજા હિતમાં કામ જ કરતા નથી. માત્ર રાજકારણીઅોની જીહૂજુરી જ કરે છે.

ભુજ પાલિકાના ડ્રાઈવરનો કોરોનાઅે જીવ લીધો
ભુજ નગરપાલિકામાં મુખ્ય અધિકારી નીતિન બોડાતને કોરોના પોઝિટિવ અાવ્યા બાદ તેમના ડ્રાઈવરને પણ કોરોના પોઝિટિવ અાવ્યો હતો. જે છેલ્લા 10થી 15 દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સૂત્રોઅે જણાવ્યું હતું કે, છેલ્લે તેમની તબીયત બગડતા તેમને વેન્ટિલેટર ઉપર રાખવા પડ્યા હતા. છેવટે શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો