કામનું ભારણ વધ્યું:કાર્યના દબાણ વચ્ચે કચ્છના મહેસૂલ તંત્રમાં 565ના મહેકમ સામે 226 જગ્યા ખાલી

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં બઢતી મળતાં મહેસૂલી તલાટીની ઘટમાં 24નો વધારો
  • લાંબા સમયથી સ્ટાફ ઘટની પૂર્તતા ન કરાતાં કામનું ભારણ વધ્યું

કચ્છના મહેસૂલી તંત્રમાં 565ના મહેકમ સામે 226 જગ્યા ખાલી પડી છે અને લાંબા સમયથી સ્ટાફ ઘટ નિવારવામાં ન આવતા કર્મચારીઓ, અધિકારીઓ પર કામનું ભારણ વધી ગયું છે.જિલ્લાના મહેસૂલી તંત્રમાં નાયબ મામલતદારની 53, મહેસૂલી તલાટીની 83 અને કારકુનની 90 મળીને 226 જગ્યા લાંબા સમયથી ખાલી છે. જિલ્લાની તમામ મામલતદાર કચેરીઅોમાં દબાણ શાખા અાવેલી છે, જેમાં પણ નાયબ મામલતદારની જગ્યા હોય છે પરંતુ સ્ટાફ ઘટ વચ્ચે અમુક કચેરીઅોમાં અા જગ્યાઅો ભરાઇ નથી.

તાજેતરમાં કલેક્ટરે 24 મહેસૂલી તલાટીઅોને નાયબ મામલતદાર તરીકે હંગામી ધોરણે બઢતી અાપી છે તેમ છતાં પણ હજુ નાયબ મામલતદારોની 53 જગ્યાઅો ખાલી છે. મહેસૂલી તલાટીઅોને બઢતી અપાતાં 59 ઘટમાં 24 વધારો થતાં અા અાંકડો પણ હવે 83 પર પહોંચ્યો છે. જિલ્લાની સરકારી, ગાૈચર જમીન પર મોટા માથાઅો દ્વારા દબાણ કરાયું છે.

તો વળી ગ્રામ્ય કક્ષાઅે દબાણ દુર કરવાની જવાબદારી સંબંધિત ગ્રામપંચાયતની હોવા છતાં અતિક્રમણ દુર કરાતું નથી અને અમુક ગ્રામપંચાયત, તાલુકાપંચાયત, મામલતદાર કચેરી દ્વારા જવાબદારીની ફેંકાફેંક કરાતી હોવાના અાક્ષેપો પણ સમયાંતરે ઉઠતા રહે છે. કચ્છ કલેક્ટર દ્વારા તાજેતરમાં લોકોના કામો ઝડપથી થાય તે માટે હેલ્પલાઇન શરૂ કરી છે, તે સારી બાબત છે પરંતુ સ્ટાફની ઘટ નિવારવી પણ અનિવાર્ય છે. લોકોના સમયસર કામો થાય અને દબાણો દુર કરવાની દિશામાં તંત્ર દ્વારા પગલા ભરાય તેવી માંગ લોકો દ્વારા ઉઠી રહી છે.

મંજુર મહેકમ મુજબ જિલ્લાની સ્થિતિ
જગ્યામહેકમઘટ
કારકુન18990
મહેસૂલી-તલાટી19183
નાયબ મા.18553
અન્ય સમાચારો પણ છે...