તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:હાજીપીર નજીક કેમિકલ કંપનીના સ્ટોર રૂમમાંથી 2.25 લાખના પુર્જા ચોરાયા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અાર્ચિયનમાંથી પિત્તળ ધાતુના પાર્ટસ ચોરાતા નરા પોલીસ મથકે ફોજદારી

હાજીપીર વિસ્તારમાં આવેલી આર્ચિયન કંપનીના સ્ટોરરૂમમાં રહેલા પિત્તળની ધાતુના સ્પેર પાર્ટસની ચોરી થતા મામલો નરા પોલીસ મથકે પહોંચ્યો હતો. અંદાજે સવા બે લાખ રૂપિયાની તસ્કરી થતા સ્ટોરરૂમના કર્મચારીએ ફોજદારી નોંધાવી હતી.

નખત્રાણા તાલુકાના હાજીપીર વિસ્તારમાં આવેલી અર્ચન કંપનીના સ્ટોર રૂમમાં ફરજ બજાવતા પંકજભાઇ પાલે નરા પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી કે, અર્ચન કંપનીના ઉપયોગમાં આવતા સ્પેરપાર્ટસ મંગાવી રૂમમાં રાખવામાં આવે છે. તા.22-11થી 25-11 સુધીના સમયગાળામાં કોઇ અજાણ્યા તસ્કરો કંપનીના સ્ટોર રૂમમાં પ્રવેશીને સ્પેરપાર્ટસની ચોરી કરી હતી. તસ્કરો પિત્તળની ધાતુના 2,14,150નો મુદ્દામાલ ચોરી કરી નાસી છુટયા હતા. નરા પોલીસ મથકે ફોજદારી નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો