તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પોસ્ટનું ચુકવણુ બાકી હોવાથી 2200 લાયસન્સ પોસ્ટ ન થયા

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસથી RTOમાં ધુળ ખાતા લાયસન્સ લોકો સુધી ન પહોંચ્યા

ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં લાયસન્સ ટેસ્ટ ટ્રેક પર પરીક્ષા અાપ્યા બાદ લાયસન્સ પ્રિન્ટ કરવામાં અાવે છે, પ્રિન્ટ વિભાગમાંથી પોસ્ટમેન લાયસન્સ લઇ જાય છે અને લોકોને ઘર સુધી પહોંચાડાય છે. જો કે, પોસ્ટ વિભાગનું ચુકવણુ થયુ ન હોવાથી 2200 જેટલા લાયસન્સ 15 દિવસથી અાર.ટી.અોની લાયસન્સ બ્રાન્ચમાં ધુળ ખાઇ રહ્યા છે.

અરજદારોના રિન્યુ થયેલા તેમજ નવા લાયસન્સ અાર.ટી.અો.માં પ્રિન્ટ કરવામાં અાવે છે, અરજદારોને પોસ્ટ મારફતે પહોંચાડાય છે. અાર.ટી.અો.ના લાયસન્સ વિભાગમાં પ્રિન્ટ થયા બાદ કવરમાં અેડ્રેસ લખી બન્ચ તૈયાર રાખવામાં અાવે છે. પોસ્ટ વિભાગ તરફથી કર્મચારી દર સપ્તાહે બે વખત અા લાયસન્સનો જથ્થો લેવા માટે અાવે છે. જો કે, છેલ્લા 15 દિવસથી 2200 જેટલા લાયસન્સ પોસ્ટ વિભાગમાં પહોંચ્યા ન હતા. પોસ્ટ વિભાગનુ બીલનું ચુકવણુ થયુ ન હોવાથી પોસ્ટ વિભાગે લાયસન્સ સ્વિકારવાની અને પોસ્ટ કરવાની ના પાડી દીધી હતી.

અાંતરીક સુત્રોમાથી મળતી વિગતો મુજબ ગત સપ્તાહે શનિવારે પોસ્ટ વિભાગના બિલનું ચુકવણુ કરી દેવાયું છે. 2200 જેટલા લાયસન્સ પોસ્ટ અોફીસ મારફતે લોકો સુધી પહોંચ્યા ન હોવાથી અનેક અરજદારોને હેરાનગતી ભોગવવાનો વારો અાવ્યો હતો. 15 દિવસથી અાર.ટી.અો.ની લાયસન્સ બ્રાન્ચમાં અા લાયસન્સ ધુળ ખાઇ રહ્યા હતા પણ લોકો સુધી પહોંચી શકયા ન હતા.

હાથો હાથ લાયસન્સ અાપવાની સુવિધા પણ બંધ
બે વર્ષ અગાઉ લાયસન્સ હાથોહાથ અાપી દેવાતા હતા પણ અમુક બોગસ લાયસન્સ બેકલોગના અાધારે ખોટા સરનામે ઇસ્યુ થતા હોવાથી હાથોહાથ લાયસન્સ અાપવાની સુવિધા બંધ કરી દેવામાં અાવી હતી. હાલ, પોસ્ટ વિભાગના બીલનું ચુકવણુ થયુ ન હોવાથી 2200 જેટલા લાયસન્સનો પ્રિન્ટ થયેલો જથ્થો અાર.ટી.અો.માં જ પડયો હતો પણ લોકોને હાથોહાથ લાયસન્સ અાપવાની વૈકલ્પિક સુવિધા કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...