પ્રોત્સાહન:100 ટકા રસીકરણ વાળા 220 સરપંચોને સન્માનિત કરાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં મોદીના જન્મ દિને વિવિધ યોજનાનો લાભ અપાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તા.17-9-21ના કચ્છમાં વિવિધ સહાય યોજનાનો લોકોને લાભ અપાશે અને 100 ટકા વૅક્સિનેશન વાળા 220 ગામોના સરપંચોને સન્માનિત કરાશે.

તા.17-9ના જિલ્લા, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ વિવિધ 17 સ્થળોને કાર્યક્રમો યોજીને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઉજ્જવલતા યોજના-2 અંતર્ગત 3100 લાભાર્થીઓને ઉજ્જવલતા કિટ અને સબસ્ક્રિપશન વાઉચર અપાશે એમ પુરવઠા અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું. અચા ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની મુખ્યમંત્રી બાળ સહાય યોજના હેઠળ જિલ્લાના 60 અનાથ બાળકો તેમજ અંદાજિત 514 જેટલા સીંગ પેમેન્ટ બાળકોને ડાયરેક્ટ બેનિફિસરી ટ્રાન્સફરની બે હજારની સહાય સીધા બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેમ બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોડિયાએ જણાવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચોરોના વૅક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત જિલ્લાના જે ગામોમાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ 100 ટકા પૂર્ણ કરાયો છે એવાં આ લખાયો છે ત્યાં સુધી 220 જેટલા સરપંચોને સન્માન કરવામાં આવશે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢ કે જણાવ્યું હતું. વધુમાં ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય સંબંધી કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...