સફળ સારવાર:22 વર્ષ જૂની પેટની બીમારીમાં માત્ર એક વર્ષની મનોચિકિત્સાથી રાહત

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજની જીકે હોસ્પિટલમાં અંજારના દર્દીની સફળ સારવાર

દરેક અંગોની માફક પાચનતંત્ર સાથે પણ મગજનું જોડાણ હોય છે. કેટલાક કિસ્સામાં માનસિક તાણ કે અન્ય કોઇ મનોરોગની સીધી અસર ચયાપચયની ક્રિયા પર પડે છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં 22 વર્ષથી પેટની બીમારીથી પીડાતા દર્દીને મનોચિકિત્સા અપાતાં દર્દમા મોટી રાહત અનુભવાઇ હતી. ભુજની જનરલ હોસ્પિટલમાં એક દર્દીને મનોરોગને લગતી આ સફળ સારવાર અપાઇ હતી.

આ અંગે વિગતો આપતાં અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલના મનોચિકિત્સક અને મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મહેશ ટીલવાણીએ કહ્યું કે, અંજારના રિયાસત અલી (ઉ.વ.૫૦) છેલ્લા ૨૨ વર્ષથી પેટમાં ગેસના દર્દથી પીડિત હતા. તેમણે પ્રથમ ભુજ બાદ છેક હૈદ્રાબાદ અને દિલ્હી સહિત અનેક જગ્યાએ સારવાર લીધી હતી પણ કોઇ ફરક પડતો ન હતો. આ દર્દી હોસ્પિટલમા આવ્યા ત્યારે તેના દર્દ, સ્વભાવ, માનસિક પરિસ્થિતિનો અભ્યાસ કરાયો હતો. જેમ તાવની દવા તાવ ઉતારે છે તેમ માનસિક રોગની દવા મગજની અસ્થિરતાને સ્થિર કરે છે. એ બાબતને ધ્યાનમાં લઈને તેના મનોબળને મજબૂત કરતી સારવાર શરૂ કરી દર્દીને છેવટે 1 વર્ષે સંપૂર્ણ રાહત મળી હતી. આ તકે તબીબે લોકોને માનસિક તાણમાં ન રહેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...