તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેન્સ પ્રક્રિયા:કોંગ્રેસમાં વોર્ડ -1 માટે 21, તો વોર્ડ-7 માટે માત્ર 7 દાવેદારો

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકાની સામાન્ય ચુંટણી માટે કોંગ્રેસમાંથી 150 જણે દાવેદારી નોંધાવી

આગામી 28 ફેબ્રુઆરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપે તેની ઉમેદવાર પસંદગી માટે દાવેદારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે, તો આજે કોંગ્રેસ દ્વારા ભુજ સુધરાઇ માટે જે ઈચ્છુક દાવેદારો છે તેને બોલાવી પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં પ્રક્રિયા હાથ ધરી હતી. ન્યુ સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે આખો દિવસ આ કામગીરી કરાઇ હતી.

ભાજપ મુક્ત ભુજ નગરપાલિકા અને ભ્રષ્ટાચાર મુક્ત ભુજ નગર પાલિકાનું સ્વપ્ન સાકાર થશે તે સૂત્ર સાથે આગામી ચૂંટણી લડી લેવા કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કાર્યકરો કટિબદ્ધ બન્યા છે, ત્યારે આજે ભુજ ખાતે કચ્છ જિલ્લાના નિરીક્ષક દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગર પાલિકા નિરીક્ષક રહીમભાઈ સોરાની, ડી. ડી. જાડેજા તથા વી. કે. હુંબલ સહિતના અગ્રણીઓ દ્વારા વોર્ડ દીઠ દાવેદારી માટે મળ્યા હતા. ભુજમાં અગિયાર વોર્ડ ની 44 બેઠક માટે દોઢસોથી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી. જે ગત ચૂંટણી કરતાં ઊજળું દૃશ્ય હોવાનું ખુદ કોંગ્રેસીઓ માને છે.

વોર્ડ નંબર એક, બે અને ત્રણમાં બધી જ બેઠકો પર કોંગ્રેસી નગરસેવકો હતા ત્યાં ફરીથી વધુ લોકો આગળ આવ્યા હતા. સૌથી વધુ વોર્ડ નંબર એકમાં એકવીસ જેટલા દાવેદારો હતા તો ભાજપના ગઢ સમાન સાત, આઠ અને નવમા વોર્ડમાં ઓછી દાવેદારી નોંધાઈ હતી.સાતમા વોર્ડ માટે સાત જ લોકો ચુંટણી લડવા આગળ આવ્યા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખ રવીન્દ્ર ત્રવાડીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારથી ત્રસ્ત લોકો અમારા તરફ વળશે અને તેવા વિસ્તારમાંથી પણ શિક્ષિત અને પ્રતિભાશાળી દાવેદારો આવ્યા હતા. હજી પણ એવા શિક્ષિત અને વર્ચસ્વ ધરાવતા યુવાઓ છે જે સંપર્કમાં છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપ સામે લડવા સક્ષમ છે, તથા આગામી ચુંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લખપત-નખત્રાણાની સીટો માટે 400 કોંગ્રેસીએ દાવેદારી નોંધાવી
ભુજની સાથે લખપત અને નખત્રાણામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ​​​​​​​સીટો માટે કોંગ્રેસ દ્વારા સન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં અા બે તાલુકામાં અંદાજે 400 જેટલા સભ્યોઅે સીટ પર પોતાની દાવેદારી રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો