તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાયદાનો સકંજો:પ્રજાના સેવક બનવાના સપના જોતા 21 ઉમેદારો કલંકિત

ભુજ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના 4, અાપના 2 તથા અેક અપક્ષ ઉમેદવાર સામે પોલીસ તથા કોર્ટમાં કેસ
 • શહેરના 11 વોર્ડમાં કુલ ભરાયેલા 150 ફોર્મમાં સાૈથીવધુ કોંગ્રેસી 14 ઉમેવારો સામે ગુના

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે રાજકારણ ચરમસીમાઅે છે. કોરોનાકાળ વચ્ચે પણ પક્ષો નિયમોની પરવા કર્યા વિના પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. ભુજ પાલિકામાં ભાજપ-કોંગ્રેસ તથા અન્ય પક્ષો અને અપક્ષ સહિત કુલ 150 ફોર્મ ભરાયા છે. તેઅોના સોંગદનામા પરથી માલુમ પડે છે કે અામાથી 21 ઉમેદારો કલંકિત છે. અેટલેકે તેઅો સામે પોલીસ મથકે તથા કોર્ટમાં કેસ દાખલ થયેલા છે. સાૈથી વધારે કલંકિત સભ્યો કોંગ્રેસના છે ! તો કેટલાક સભ્યો સામે ગંભીર ગુના હોવા છતાં તેઅો નિર્દોશ છૂટી ગયા છે.

અા અંગે મળતી વિગતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાગ લેવા માટે ઉમેદવારોને સોગંદનામુ રજૂ કરવાનું હોય છે. જેમાં ઉમેદારોને પોતાની વિગતોની સાથે નોંધાયેલા ગુના અને મિલકત સંબંધીત માહિતી અાપવાની હોય છે. શિક્ષણને લગતી વિગતો પણ અાપવાની હોય છે. ભુજ પાલિકામાં 11 વોર્ડમાં કુલ 150 ફોર્મ ભરાયા છે. જેના સોગંદનામાની વિગતો તપાસવામાં અાવે તો તેમાથી 21 ઉમેદારો સામે ગુના નોંધાયેલા છે. અથવા ગુના નોંધાયા બાદ નિર્દોશ છૂટી ગયા છે. સાૈથી વધારે કોંગ્રેસના 14 ઉમેદારો સામે ગુનાઅો નોંધાયેલા છે. તો ભાજપના 4 સભ્યો સામે તથા અામ અાદમી પાર્ટીના 2 અને અેક અપક્ષ ઉમેદાર સામે ગુનાઅો નોંધાયેલા છે.

આ ઉમેદવારો સામે હત્યાની કોશિશથી લઇને સુલેહશાંતિના ભંગ સહિતના ગુનાઓ દર્જ થયા છે

ઉમેદવારનું નામપક્ષગુનો
વોર્ડ નંબર-1
સુમરા અનવર ઇબ્રાહિમઅપક્ષ

એ તથા બી ડિવિઝન અને માનકુવા મથકે ગુનો (માહિતી આપી નથી)

આઇશુબાઇ અલીમામદ સમાકોંગ્રેસ

સુલેહ શાંતિનો ભંગ, ફરજમાં રૂકાવટ

કાસમ આમદ સમાકોંગ્રેસ

સુલેહ શાંતિનો ભંગ, સરકારી સેવક પર હુમલો

લોહાર મહેબુબ જુમ્માકોંગ્રેસ

સુલેહ શાંતિનો ભંગ, ફરજમાં રૂકાવટ, હથીયાર બંધી

સમા અલીમામદ હસનઅલીઆપમારામારી, ધમકી
સમા રોશનબેન જુસબઆપજુગારધારા
વોર્ડ નંબર-2
સમા અબ્દુલ હમીદ ઉમરકોંગ્રેસ

હત્યાની કોશિશ, સુલેહ શાંતિનો ભંગ, મારામારી

મોખા સતાર હુસેન ઉમરકોંગ્રેસ

ફરજમાં રૂકાવટ, મારી નાખવાની ધમકી

વોર્ડ નંબર-4
અંજલી અશ્વિન ગોરકોંગ્રેસજાહેરનામાનો ભંગ
રાજેશ જયંતિલાલ ગોરભાજપ

સરકારી સેવક પર હુમલો, જાહેર સ્થળે અશ્લીલ હરકતો કરવી

વોર્ડ નંબર-5
માનસી રાહુલ શાહકોંગ્રેસસુલેહ શાંતિનો ભંગ
અમીષ નવીનચંદ્ર મહેતાકોંગ્રેસનોગેસીએબલ એક્ટ
રાજગોર પૂજન ગીરીશભાઇકોંગ્રેસ

સુલેહ શાંતિનો ભંગ, બેદરકારી પૂર્વક ડ્રાઇવિંગ, જુગારધારા

વોર્ડ નંબર-6
સમા સહેજાદ અનવરકોંગ્રેસસુલેહ શાંતિનો ભંગ
વોર્ડ નંબર-8
જાડેજા દિગ્વિજયસિંહ મહેન્દ્રસિંહકોંગ્રેસ

હથિયાર રાખવા, ધાર્મિક લાગણી દુભાવવી, આગ લગાવવી

વોર્ડ નંબર-10
ગની અલીમામદ મારાકોંગ્રેસજાહેરનામાનો ભંગ
ઠક્કર સોનિયા કિશોરકોંગ્રેસજુગારધારા
રવિન્દ્ર ત્રવાડીકોંગ્રેસજાહેરનામા ભંગ
જોષી ધર્મેશ સુભાષભાજપ

મારામારી, ધમકી, આગ લગાવવી, ધાર્મિક લાગણી દુભાવવી

વોર્ડ નંબર-11
11 અનિલ અરવિંદ ગોરભાજપપ્રાઇવેટ ફરિયાદ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો