તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • 200 Patients Under Re treatment After 80 Days In Kutch; After 3 Months, 25 Positive Cases Were Added To The District Again On Friday

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કચ્છમાં 80 દી’ બાદ ફરી સારવાર હેઠળ 200 દર્દીઓ; 3 માસ બાદ શુક્રવારે ફરી જિલ્લામાં 25 પોઝિટિવ કેસ ઉમેરાયા

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 12મી ફેબ્રુઆરીએ કુલ સક્રિય દર્દીનો આંકડો ઘટીને 36 પર હતો

કચ્છમાં શુક્રવારે 3 માસ બાદ ફરી જિલ્લામાં 25 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે અને 80 દિવસ બાદ ફરી સારવાર હેઠળના દર્દીઅોનો અાંકડો 200 ઉપર પહોંચી ગયો છે. અામ, કોરોનાઅે ફરી ગત ઉનાળાની જેમ ચાલુ સાલે પણ ઉનાળામાં જ પગદંડો જમાવવાનું શરૂ કરી દીધું છે. જોકે, અેનું મુખ્ય કારણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકારણીઅોઅે કોરોનાની માર્ગદર્શિકાનો ભંગ કર્યો અને અે બાદ સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઅોમાં મળેલી છૂટછાટ જ છે, જેથી હવે ફરી છૂટછાટો ઉપર કાપ મૂકી દેવાની અાવશ્યકતા છે.

કચ્છ જિલ્લામાં કુલ સારવાર હેઠળના દર્દીઅોનો અાંકડો ઘટતા ઘટતા 12મી ફેબ્રુઅારીઅે માત્ર 36 ઉપર પહોંચી ગયો હતો, જેથી કચ્છમાં કોરોનાની વિદાય ગણાતી હતી. પરંતુ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઅોમાં પ્રચાર પ્રસાર દરમિયાન રાજકારણીઅોઅે મોઢે માસ્ક ન પહેર્યા અને સોશિયલ ડિસ્ટન્શનો ભંગ કર્યો, જેથી ફરી ધીરેધીર સંક્રમણના કેસ વધવા લાગ્યા. નહીંતર 4થી જાન્યુઅારીઅે કુલ 23 પોઝિટિવ કેસના ઉમેરા બાદ દરરોજ નોંધાતા પોઝિટિવ કેસની સંખ્યામાં પણ સતત ઘટાડો થવા લાગ્યો હતો. રાજકારણીઅોઅે કોરોનાની માર્ગદર્શિકાનો ભંગ કર્યા બાદ સામાજિક, ધાર્મિક મેળાવડામાં લોકો અેકઠા કરવાની સંખ્યાની મર્યાદામાં છૂટછાટ અપાઈ, જેથી પણ સંક્રમણના કેસો વધવા લાગ્યા. છેવટે ફરી અાજની સ્થિતિઅે પહોંચી ગયા છીઅે.

ભુજ, અંજાર અને ગાંધીધામ શહેરમાં વધુ 12 દર્દીઓ કોરોના સંક્રમિત થયા
કચ્છમાં શુક્રવારે કુલ 25 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે, જેમાં શહેરોના 12માંથી અંજાર, ભુજમાં 4-4, ગાંધીધામમાં 3, માંડવીમાં 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગામડાઅોના 13માંથી તાલુકા મુજબ અબડાસા, મુન્દ્રામાં 3-3, લખપત, માંડવી, રાપરમાં 2-2, નખત્રાણામાં 1 કેસનો સમાવેશ થાય છે. અામ, જિલ્લામાં હજુ સુધી નોંધાયેલા કુલ પોઝિટિવનો અાંકડો 5068 ઉપર પહોંચી ગયો છે. જોકે, શુક્રવારે વધુ 16 દર્દી સાજા થયા છે, જેથી કચ્છમાં અત્યાર સુધી સાજા થયેલા દર્દીઅોનો કુલ અાંકડો 4756 ઉપર પહોંચી ગયો છે.

નગરપાલિકા અને અાપત્તિ વ્યવસ્થાપન તંત્ર કરે છે શું
શહેરોમાં નગરપાલિકા અને અાપત્તિ વ્યવસ્થાપન તંત્રઅે જાહેર માર્ગો ઉપર હાથલારી ઉપર ધંધો કરતા ફેરીયાઅોને મોઢે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્શ જાળવતા કરવા કડકાઈથી કામ લેવાની જરૂર છે. નવી શાક માર્કેટ પાસે પોલીસ ચોકી પાસે જ હાથલારીવાળા મોઢે માસ્ક પહેર્યા વિના ધંધો કરતા હોય છે અને પોલીસ વાહનચાલકોને રોકીને દંડાત્મક કાર્યવાહી કરતી હોય છે. અેવું જ દરેક સ્થળે જોવા મળી રહ્યું છે. જે બાબતે પોલીસ વડાઅે પણ પોલીસ કર્મચારીઅોની કામગીરી ઉપર ચાંપતી નજર રાખી કડક કાર્યવાહી કરવાની જરૂર છે. શુક્રવારે પોલીસ વાહન લોકોને કોરોનાની માર્ગદર્શિકાના પાલન માટે અનુરોધ કરવા ફર્યું હતું જે અાવકાર્ય અને પ્રસંશનીય કામગીરી છે.

ખાવડામાં કોરોનાનો પગ પેસારો
કોરોનાએ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પગ પેસારો કર્યો છે. શુક્રવારે દીનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હોમ સર્વેમાં 14 જેટલા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં ખાવડા પ્રમુખ સ્વામી નગરની 2 મહિલા અને 2 પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એકદમ સલામત ગણાતા વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો ક્યાંક વિકરાળ સ્વરૂપ ધારણ ના કરે તે માટે આરોગ્ય ટીમ સતત મોનીટરિગ કરી રહી છે અને રેપીડ રેસ્ટમાં આવેલ દર્દીઓને હોમ ક્વોરોન્ટાઈન કરી આજુ બાજુના લોકોને સચેત કરવામાં આવ્યા છે.

ચેતો, નહીંતર ફરી ધંધા રોજગાર ઠપ્પ જશે
કચ્છના લોકોઅે કોરોનાના સંક્રમણના વધતા કેસોથી ચેતવા જેવું છે. નહીંતર વણસતી પરિસ્થિતિને કાબુમાં લેવા ફરી લોક ડાઉનની સ્થિતિ ઊભી થશે અને ફરી ધંધા રોજગાર ઠપ્પ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો