તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જિલ્લામાં કોરોનાના 20 પોઝિટિવ કેસ, સારવાર હેઠળ દર્દીઓ 164!

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાવધાન : કચ્છમાં કોવિડ-19ની બીજી લહેર પગદંડો જમાવવા તરફ
 • પોલીસ, અારોગ્ય અને અાપત્તિ વ્યવસ્થાપન તંત્રની કડકાઈ પણ જરૂરી

કચ્છ જિલ્લામાં શુક્રવારે કોરોનાના કુલ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી શહેરના 10માંથી અંજારના 2, ભુજના 3 અને માંડવીના 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે ગામડાઅોના 10માંથી તાલુકા મુજબ અબડાસા, અંજાર, નખત્રાણામાં 1-1 ભુજ, માંડવીમાં 2-2 અને મુન્દ્રામાં 3 કેસ નોંધાયા છે. જોકે, 9 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, સારવાર હેઠળના દર્દીઅોનો અાંકડો વધીને ચિંતાજનક રીતે 164 ઉપર પહોંચી ગયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકારણીઅોઅે રેલી અને સભાઅોમાં માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્શ જાળવવાના નિયમનો ભંગ કર્યા બાદ હવે માઠા પરિણામ સામે અાવી રહ્યા છે. રાજકારણીઅોને નિયમનો ભંગ કરતો અટકાવી ન શકેલા પોલીસ, અારોગ્ય અને અાપત્તિ વ્યવસ્થાપન તંત્ર જ જવાબદાર છે. પરંતુ, હવે ચૂંટાયેલા લોક પ્રતિનિધિઅોના સન્માન કાર્યક્રમોમાં કોરોનાની માર્ગદર્શિકાનો ભંગ થતો અટકાવવાને બદલે માત્ર સામાન્ય લોકો ઉપર જ રોફ જમાવવાની નીતિ અપનાવશે તો ફરી લોક ડાઉનની પરિસ્થિતિ સર્જાશે.

કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવનો અાંકડો 4925 ઉપર પહોંચી ગયો છે, જેમાંથી હજુ સુધી કુલ 4649 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, હવે સાજા થતા દર્દીઅોની સંખ્યા કરતા પોઝિટિવ દર્દીઅોના ઉમેરાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકોઅે પણ ફરીથી કામ વિના ઘર કે કામના સ્થળેથી બહાર નીકળવાનું ટાળવું જોઈઅે. મોઢે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્શ જાળવવાની અાવશ્યકતા સમજી પાલન કરવું જોઈઅે. વિવિધ સામાજિક, ધાર્મિક અને રાજકીય સંગઠનોઅે બહોળી સંખ્યામાં લોકો અેકઠા થાય અેવા કાર્યક્રમો યોજવાનું ટાળવું જોઈઅે. જો અેનું ધ્યાન નહીં રખાય તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો