તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જી.કે.માં 20 કી.લો. લિટર ની ક્ષમતાવાળા લિક્વિડ સ્ટોરેજ ટેન્કનું નિર્માણ કાર્ય શરૂ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં જ કાર્યાન્વિત કરાશે: કચ્છની હોસ્પિટલમાં આવું પ્રથમ સ્ટોરેજ ટેન્ક
  • પ્રોજેકટ શરૂ થતાં હોસ્પિટલની વર્તમાન જરૂરિયાતને પહોંચી વળાશે : 1700 જમ્બો સિલિન્ડર સંગ્રહની ક્ષમતા

ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં 20 કી.લો. લિટરની ક્ષમતા ધરાવતા લિક્વિડ ઑક્સીજન સ્ટોરેજ ટેન્ક યુધ્ધના ધોરણે ઊભું કરવામાં આવી રહ્યું છે. જે 1500થી 1700 જમ્બો સિલિન્ડર જેટલો ગેસ સંગ્રહ કરવાનું સામર્થ્ય ધરાવતું હોવાથી હોસ્પિટલની હાલની જરૂરિયાત સંતોષી શકાશે. ટૂંક સમયમાં જ આ સ્ટોરેજ ટેન્ક સંપૂર્ણપણે સ્થાપિત થઈ જતાં જી.કે. જનરલ હોસ્પિટલની રોજના 600થી 700 જેટલા જમ્બો સિલિન્ડરની જરૂરિયાત છે. જે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળશે. એટલું જ નહીં ઑક્સીજન બેન્ક તથા છૂટક ઓક્સિજન બોટલના વપરાશમાથી છૂટકારો મળશે.

કચ્છ જિલ્લાના જ્યાં સુધી હોસ્પિટલને સબંધ છે. ત્યાં સુધી આ પ્રકારનું રીફિલ સ્ટોરેજ ટેન્ક સૌ પ્રથમવાર નિર્માણ પામી રહ્યું છે. આ રીફિલ સ્ટોરેજ ટેન્કની કાર્યપધ્ધતિની વિગતો આપતા હોસ્પિટલના બાયો મેડિકલ એંજિનિયરએ કહ્યું કે, દર બે દિવસે પ્લાન્ટ રીફિલ કરાવી શકાશે.

ટેન્કમાં ભરવામાં આવનાર ઓક્સિજન લિક્વિડ(પ્રવાહી) ફોર્મમાં હશે જે પ્લાન્ટના મહત્વના ગણાતા ઉપકરણ એવા વેપોરાઈડ યુનિટ પ્રવાહી ઓક્સિજનને ગેસ વાયુના સ્વરૂપમાં પરિવર્તિત કરશે અને આ તબદીલ થયેલો ગેસ અર્થાત પ્રાણવાયુ(ઓક્સિજન)પ્લાન્ટની સાથે જ જોડીને બનાવવામાં આવી રહેલા 1500 મીટરની પાઇપલાઇન મારફતે 10 હજાર લિટર પર મિનિટે(LPM) ઑક્સીજન હોસ્પિટલના બેડ સુધી પહોંચશે. સ્ટોરેજ ટેન્કની ટેકનિકલ સેફ્ટી(સલામતી) અંગે પટેલે વધુમાં કહ્યું કે, પેટ્રોલિયમ એક્સ્પ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન(PESO) માર્ગદર્શન અને રૂપરેખા મુજબ જ કામ થઈ રહ્યું છે. અને એ સંસ્થા મંજૂરીની મહોર માટે મારે પછી જ લિક્વિડ સ્ટોરેજ ટેન્ક કાર્યાન્વિત થશે.

અેક જ અઠવાડિયામાં મોટાભાગનું કામ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે, આ સ્ટોરેજ ટેન્કનું કામ નિર્ધારિત સમય કરતાં ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે. અને એક જ અઠવાડિયાના સમયગાળામાં મોટાભાગનું કામ પરિપૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...