નવા નીર:20 ડેમોમાં 28 મિલિયન ક્યુબિક મીટર પાણી આવ્યું છતાં ગત વર્ષ કરતા 55 ટકા ઓછું !

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કચ્છમાં વરસાદ ભલે 110 ટકા થયો પણ ડેમોમાં માત્ર 37 ટકા પાણી ! : અઠવાડિયામાં ડેમોમાં નવા નીર આવ્યા
  • જિલ્લાના સાૈથી મોટા ડેમ રૂદ્રમાતામાં તો જીવંત પાણીનો જથ્થો પણ નથી : બે ડેમો પૂર્ણ ભરાયા

કચ્છમાં ગત વર્ષે સારા વરસાદ બાદ મધ્યમકક્ષાના 20 ડેમોમાં અધધ 90 ટકા ભરાઇ ગયા બાદ ચાલુ વર્ષે જૂન સુધીમાં તો ડેમોમાં માત્ર 24 ટકા પાણી માંડ બચ્યું હતું. જોકે ચોમાસુ વહેલુ અાવી જતા તથા સિઝનનો 12 ટકા વરસાદ થઇ જતા જૂનમાં જ કચ્છના ડેમોમાં પાણીના નવા નીર અાવ્યા હતા. પરંતુ ત્યારબાદ જૂલાઇ અને અોગસ્ટમાં નહીંવત વરસાદ થતા ડેમો તળીયા ઝાટક થયા હતા. હવે સપ્ટેમ્બરમાં કચ્છમાં સિઝનનો 75 ટકા વરસાદ વરસી ગયો છે. પરંતુ ડેમોમાં જોઇઅે તેવી પાણીની અાવક થઇ નથી.

અાખા રાજ્યમાં ટકાવારીની દ્રષ્ટીઅે સાૈથી અોછુ પાણી ઉત્તર ગુજરાત બાદ કચ્છના ડેમોમાં છે. કચ્છના મધ્યમકક્ષાના કુલ 20 ડેમોમાં 332 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતા સામે હાલ માત્ર 122.87 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો માંડ છે ! અેટલે કે કચ્છમાં વરસાદ ભલે 110 ટકા થઇ ગયો છે પણ ડેમોમાં પાણી માત્ર 37 ટકા છે ! વળી અા 20 ડેમોમાં અાઠ દિવસમાં જ 28 મિલિયન ક્યુબિક મીટર પાણી અાવ્યું છેે, છતાં ગત વર્ષ કરતા પાણી 55 ટકા અોછું છે.

કચ્છમાં 2019 બાદ 2020માં પણ વિક્રમી વરસાદ થતાં ડેમોમાં ભરપૂર પાણીની અાવક થઇ હતી. ગત વર્ષે તો કચ્છના મધ્યમ કક્ષાના 20 ડેમો છલોછલ ભરાયેલા હતા. ખાસ કરીને સપ્ટેમ્બર 2020માં તો કચ્છના મધ્યમ કક્ષાના 20 ડેમોમાં વિક્રમી 90 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થઇ ગયો હતો. અેટલેકે ડેમની કુલ 332 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતાની સામે ત્યારે અધધ 300 મિલિયન ક્યુબિક મીટર જેટલો પાણીનો સંગ્રહ થઇ ગયો હતો ! પરંતુ ચાલુ વર્ષે એપ્રિલ આવતા પાંચ જ મહિનામાં 50 ટકાથી વધારે પાણીનો જથ્થો ઘટી ગયો હતો.

તો કચ્છમાં વર્ષ 2019માં 180 ટકા વરસાદ બાદ જિલ્લાના 20 મધ્યમકક્ષાના ડેમોમાં 78 ટકાથી વધારે પાણીનો જથ્થો સંગ્રહ થયો હતો. જ્યારે ગત તા. 3/9/20ના કચ્છના ડેમોમાં 90 ટકા પાણીનો જથ્થો હતો. જે ઘટીને ચાલુ વર્ષની 9 એપ્રિલની સ્થિતિને કચ્છના ડેમોમાં માત્ર 31.30 ટકા પાણીનો જથ્થો બચ્યો હતો. જૂનમાં 24.60 ટકા પાણી સગ્રહીત હતું. કચ્છમાં 20મી જૂનના જ ચોમાસુ બેસી ગયું હતું ત્યારે પણ ડેમોમાં નવા નીર અાવ્યા હતા. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ડેમોમાં પાણી ઘટવા લાગ્યું હતું.

હવે જ્યારે મેઘમહેર થઇ ગઇ છે ત્યારે પણ મોટાભાગના ડેમો ખાલીખમ છે. ગત વર્ષે જે ડેમોમાં 90 ટકા પાણી હતું તે ડેમોમાં હાલ માત્ર 37 ટકા પાણી છે. જિલ્લાનો સાૈથી મોટો ડેમ રૂદ્રમાતા ખાલી છે. જેમાં જીવંત પાણીનો જથ્થો જ નથી. માત્ર 10 ટકા ભરાયેલો છે. પાંચ ડેમોમાં 10 ટકા જેટલો અથવા તેનાથી પણ અોછું પાણી છે. જ્યારે કુલ 10 ડેમોમાં 30 ટકાથી અોછો પાણી છે. આમ ચોમાસામાં કચ્છના ડેમોમાં માત્ર 13 ટકા પાણીની આવક નોંધાઇ છે. ટુકડે-ટુકડે વરસાદ પડવાથી ડેમોમાં જોઇએ તેવી માત્રામાં પાણી આવ્યુ નથી. જેના પગલે કચ્છના ખેડૂતોને ઉનાળુ પાક લેતી વખતે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે. કચ્છમાં વરસાદ સામાન્ય વરસી ગયો છે. પરંતુ ડેમો અને તળાવો ખાલી છે.

કચ્છના ડેમોનું ગત અને ચાલુ વર્ષનું ચિત્ર

ડેમક્ષમતા20/6/213/10/203/10/21ટકાવારી
-MCMસ્થિતિસ્થિતિ-
ટપ્પર49.032646.1524.6250.21
ગોધાતડ13.99613.995.4238.76
મીઠી20.24920.2413.8768.52
કંકાવટી10.5210.59.9494.7
કારાઘોઘા4.9844.984.98100
ફતેહગઢ7.4417.16.7590.75
બેરાચીયા6.8546.854.7368.99
ગજણસર5.9814.833.2754.73
જંગડિયા9.0439.044.3347.85
ડોણ2.2812.282.28100
નરા39.71139.710.5526.58
સુવઇ10.4629.64.2840.93
નિરોણા27.17227.178.1429.95
મથલ12.29111.563.8731.51
ગજોડ7.7137.713.950.63
રૂદ્રમાતા61.53738.316.610.73
ભૂખી15.58112.271.8511.86
કાસવતી8.215.70.718.69
સાનધ્રો10.35010.351.9618.97
કાયલા8.9508.830.819.04
ડેમો33284297122.9136.98
અન્ય સમાચારો પણ છે...