તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મોટી ખોંભડીમાં બે જુથ વચ્ચે જુની અદાવતે મારામારી થતાં 2 ઘાયલ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસ મથકે સામસામે બંને પક્ષે આઠ સામે નોંધાઇ ફોજદારી

નખત્રાણા તાલુકાના મોટી ખોંભડી ગામની સીમમાં અગાઉની જુની અદાવતના મનદુ:ખે મારામારીનો બનાવ બન્યો હતો, બંને પક્ષે થયેલી મારામારીમાં બે યુવાનોને ઇજાઅો પહોંચી હતી. નખત્રાણા પોલીસ મથકે સામસામી અાઠ શખ્સો સામે ફોજદારી નોંધાતા પોલીસે અાગળની તપાસ હાથ ધરી હતી. મુસ્તાક ઇસ્માઇલ સુમરા (ઉ.વ.24) વાળાઅે દાઉદ સુલેમાન સુમરા, ઇસ્માઇલ સુલેમાન સુમરા, અોસમાણ ઇસ્માઇલ સુમરા અને સતાર અાદમ સુમરા (રહે. ખોંભડી મોટી)વાળા સામે ફોજદારી નોંધાવી હતી.

ફરિયાદીને દાઉદ સુમરાઅે કહ્યું હતું કે, તારા માસીના દિકરા રજાક સાથે અમારો ઝઘડો થયેલ હોવા છતાં તુ શા માટે તેની સાથે ફરે છે. ફરિયાદીઅે સામે જવાબ અાપતા તે ઉશ્કેરાઇ જઇ અન્ય ત્રણ અારોપીને બોલાવીને ચારેય જણા ધોકા-પાઇપથી માર મારવા લાગ્યા હતા. બીજી તરફ, દાઉદ સુલેમાન સુમરા (રહે. ખોંભડી)વાળાઅે ઇસ્માઇલ સાલેમામદ સુમરા, સુલતાન ઇસ્માઇલ સુમરા, રહેમતુલ્લા સાલેમામદ અને મુસ્તાક ઇસ્માઇલ સુમરા સામે ફોજદારી નોંધાવી હતી.

ચારેય અારોપી અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખીને લાકડી અને ધકબુસટ વડે માર મારતા ફરિયાદીને ઇજાઅો પહોંચી હતી. નખત્રાણા પોલીસે બને પક્ષે સામસામી અાઠ શખ્સો સામે ફરિયાદ નોંધી અાગળની તપાસ હાથ ધરી હતી.

ચરોપડીમાં છરીથી હુમલો કરાતા યુવાન ઘાયલ
અબડાસા તાલુકાના ચરોપડી ગામે રહેતો મેરૂભાઇ ખીમાભાઇ વાઘેલા (ઉ.વ.24)વાળા સાથે મગન ખીમા કોલીઅે પૈસા બાબતે બોલાચાલી કરી હતી, બંને વચ્ચે ઝઘડો થતા મગન ખીમાઅે છરીના ઘા પીઠમાં મારતા ઇજાઅો પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...