તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છમાં કોરોનાના નવા 2 કેસ, 2 સાજા થયા, 11 સારવાર હેઠળ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાંથી કોવિડ-19ની વિદાય વેળા લંબાઈ
  • ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે, ક્યારેક સ્થિર

કચ્છમાં સોમવારે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 2 દર્દી સારવાર દરમિયાન સાજા થયા છે, જેથી હોસ્પિટલ હજુ પણ 11 દર્દી સારવાર હેઠળ છે. કચ્છ જિલ્લામાંથી કોરોનાની વિદાય વેળા અાવીને ઊભી રહી છે. પરંતુ, વિદાય વેળા પણ લંબાઈ ગઈ છે. અાજે કોરોના મુક્ત થવાશે. કાલે કોરોના મુક્ત થવાશે. અેવી ગણતરીઅો રોજેરોજ ઊંધી પડી રહી છે.

સોમવારે ભુજ તાલુકાના ગામડામાંથી 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ભુજ અને ગાંધીધામ તાલુકામાંથી 1-1 દર્દી સાજા થયા છે. અામ, સોમવારે હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઅોનો અાંકડો વધતો અટકી ગયો છે. પરંતુ, ઘટ્યો નથી. સ્થિર જ પડ્યો છે.

જિલ્લા પંચાયતના વહીવટી વિભાગે અખબારી યાદીમાં જાહેર કર્યા મુજબ જિલ્લામાં અત્યાર સુધી કુલ 12591 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી હજુ સુધી કુલ 12468 દર્દી સાજા થઈ ગયા છે. જોકે, મૃત્યુના અાંકડાનું જુઠ્ઠાણું હજુ પણ ચાલુ રાખી 282નો અાંકડો બતાવ્યો છે. કચ્છમાં આમ તો બીજી લહેર હવે સમાપ્ત થઇ ગઇ છે પરંતુ ત્રીજી લહેર ન આવે તે માટે લોકોને જાગૃત થવાની સાથે આરોગ્ય તંત્રને પણ નવા આવતા પોઝિટિવ કેસોને ટ્રેસ કરવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...