તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નખત્રાણામાં વધુ 2 પોઝિટિવ, ભુજનો 1 દર્દી સાજો થયો, તાલુકાના ગામડામાં છેલ્લા 10 દિવસમાં 8 કોરોનાગ્રસ્ત

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દર્દીની હિસ્ટ્રી છુપાવાશે તો મહામારી વકરશે

કચ્છમાં શનિવારે નખત્રાણા તાલુકાના ગામડામાંથી કોરોનાના વધુ નવા 2 પોઝિટિવ કેસ ચોપડે ચડ્યા છે. જોકે, ભુજ તાલુકામાંથી વધુ 1 દર્દી સાજો થઈ ગયો છે, જેથી હવે હોસ્પિટલમાં સારવાર હેઠળ 6 દર્દી રહ્યા છે. નખત્રાણા તાલુકાના ગામડામાં કોરોનાના અોગસ્ટે મહિનાની 26મીઅે 1, 27મીઅે 2, 30મી તારીખે 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે બાદ સપ્ટેમ્બર માસની 2જીઅે 1 અને હવે 4થીઅે ફરી વધુ 2 પોઝિટિવ કેસ ચોપડે ચડ્યા છે. અામ, છેલ્લા 10 દિવસમાં જ નખત્રાણા તાલુકામાંથી 8 પોઝિટિવ કેસ ચોપડે ચડ્યા છે.

જો તંત્ર દ્વારા ટ્રાવેલ હિસ્ટ્રી અાપવામાં અાવે તો સ્પષ્ટ થઈ જાય કે, જન્માષ્ટમીનો તહેવાર મનાવવા વતન અાવેલા લોકો કોરોના પણ સાથે લેતા અાવ્યા છે. પરંતુ, જિલ્લા અારોગ્ય તંત્રઅે લોકોમાં જાગૃતિ ફેલાય અે માટે માધ્યમોને પૂરતી માહિતી અાપવાનું જ બંધ કરી દીધું છે. જે અંતે લોકો અને તંત્ર માટે નુકસાનકારક સાબિત થશે. જિલ્લામાં એક બાદ એક કોરોનાના કેસો વધી રહ્યા છે. તે ચિંતા જનક કહી શકાય તેમ છે. મહામારીને અટકાવવા હવે લોકોએ જાગૃત થવું પડશે.

અન્ય સમાચારો પણ છે...