તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ ઓપરેશન:મુન્દ્રાથી આફ્રિકા જતાં જહાજની ઓખા પાસે રાત્રે જળસમાધિ: 2 કરોડનો માલ ડુબ્યો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જહાજનું પાટીયું તૂટી જતા બનેલી ઘટના
  • 12 ખલાસીઓને બચાવ્યા

જૂના મુન્દ્રા પોર્ટથી આફ્રિકા જવા નિકળેલું એક જહાજ ઓખા પાસે ડૂબી ગયુ હતું. જોકે કોસ્ટગાર્ડે બોટ પર હાજર તમામ 12 ખલાસીઓને બચાવી લીધા હતાં. જોકે બોટ તથા તેમા રહેલો અંદાજે બે કરોડનો માલ ડૂબી ગયો હતો.

બોટ સાથે 900 કિલો ચોખા અને 5 ટન ખાંડનો જથ્થો દરિયામાં
આ અંગે મળતી વિગતો મુજબ મુંબઇ સ્થિત ચંદુભાઇ ભાનુશાળીની માલિકીનું એમવી ક્રિષ્ણ-સુદામા નામનું જહાજ શનિવારે સવારે જૂના મુન્દ્રા પોર્ટથી આફ્રિકાના માટે રવાના થયું હતું. આ જહાજમાં 900 ટન ચોખા અને 5 ટન ખાંડ ભરવામાં આવી હતી. જહાજ પર ટન્ડેલ તરીકે મજીદ અબ્દુલા સહિતના કુલ 12 ખલાસીઓ સવાર હતાં. આ તમામ ક્રુસભ્યો ઓખા-દ્રારકાના હતાં. રાત્રે આ જહાજ ઓખાથી અંદાજે 10થી 12 નોટીકલ માઇલ દૂર હતું ત્યારે ડૂબવાની શરૂઆત થઇ હતી. જહાજમાં પાણી ભરાતા ખલાસીઓએ તાત્કાલિક ઓખા કોસ્ટગાર્ડ પાસે મદદ માંગી હતી. કોસ્ટગાર્ડની શીપ તાત્કાલિક સ્થળ પર પહોંચી થઇ હતી. ડૂબી રહેલી બોટના તમામ 12 ખલાસીઓને બચાવી લેવાયા હતાં. બોટે જળસમાધિ લઇ લીધી હતી. જેના પગલે અંદાજે ત્રણેક કરોડનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. બોટનું પાટીયું તૂટી જતાં આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...