ક્રાઈમ:બકરી વેચાવની દલાલી મુદે 2 ભાઇ પર 2 શખ્સનો હુમલો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજના અમનનગર ચોકડી પાસે બકરીના વેચવાની દલાલીના 200 રૂપિયાની માગણી કરવાના મુદે બે ભાઇઓને બાપ-દિકરાએ લોખંડના પાઇપ અને લાકડીથી માર મારતાં મામલો પોલીસ મથકે ચડ્યો હતો. બનાવ રવિવારે બપોરે અમનનગર ચાકડી પર બન્યો હતો. ફરિયાદી સદામહુશેન જુશબભાઇ ચાવડાના મોટા ભાઇ અબ્દુલકાદર જુશબ ચાવડા કે જે અપંગ છે તેણે ત્રણ દિવસ પૂર્વે આરોપી મુસાભાઇ સુમરાની બકરી વેચી હતી તેની દલાલીના રૂપિયા 200ની માગણી કરતાં આરોપી મુસાભાઇ અને તેના પુત્ર માસુમ સુમારાએ ફરિયાદીના ભાઇ અબ્દુલકાદર ચાવડાને અને ફરિયાદીને લોખંડના પાઇપ અને લાકડીથી માર મારી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...