આક્ષેપ:ભુજના રહેવાસી સાથે જમીનનો સાટા કરાર કરી 19.50 લાખ ચાંઉ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

માધાપર ગામના રેવન્યુ સર્વે નંબર 568-36 પૈકી 20 વાળી જમીનનો ભુજના રહીશ સાથે 59 લાખમાં સોદો કરી 19.50 લાખ રૂપિયા ચેકથી મેળવી સાટાકરાર કરી અપાયો હતો, જો કે સર્વે નંબરની સ્થાનિક સ્થિતિ વિરોધાભાષી હતી. ચેકથી પેમેન્ટ લીધા બાદ તે સર્વે નંબરનો દસ્તાવેજ અન્ય શખ્સે પોતાના નામે બનાવી લેતા છેતરપિંડીની ફોજદારી નોંધવા અેસ.પી. સમક્ષ ધા નખાઇ હતી.

માધાપર પોલીસ મથકે લેખિતમાં હબીબ હુશેન કુંભાર (રહે. ભુજ)વાળાઅે ફરિયાદ દાખલ કરવા અરજી અાપી હતી પણ રેવન્યુ મેટર હોવાનું કહી ફોજદારી નોંધવાનું ટાળવામાં અાવ્યું હતું. પશ્ચિમ કચ્છ અેસપીને કરાયેલી લેખિત રજૂઅાતમાં જણાવાયું હતું કે, ભાણબાઇ જાદવા ભુડીયા (રહે. કેરા)વાળાની માલિકીના સર્વે નંબરનો સોદો 59 લાખ રૂપિયામાં નક્કી થયો હતો, જે અંગે 2018ના નવેમ્બરમાં 6 લાખ અને 13.50 લાખ રૂપિયા ચેકથી અપાયા હતા. દસ્તાવેજ કરવા માટે જાહેર નોટીસ અપાયા બાદ સામે અાવ્યું કે સર્વે નંબરની સ્થાનિક સ્થિતિ વિરોધાભાષી છે જેથી માલિકને માપણી અને અધુરાશો પુર્ણ કરવા જણાવાયું હતું. મોટી રકમ પચાવી પાડવા માટે હિંમતસિંહ બાલુભા જાડેજા (રહે. ભુજ) અને રણછોડ શીવજી ગાગલ (રહે. ઝીંકડી)વાળા સાથે માલિકે મેળાપીપણુ કરી જમીનનો દસ્તાવેજ ગત અોગસ્ટ માસમાં પોતાના નામે બનાવી લીધો હતો. જમીન માલિક મહિલા અને બંને ખરીદનાર મળી ત્રણેય સાથે મળીને 19.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવા અંગે ફરિયાદ નોંધવા માટે ધા નાખવામાં અાવી હતી.

સાટા કરારનો કોઇ અર્થ નથી, પૈસા ભુલી જાવ
ફરિયાદીના કાકા હાજીસુમાર કુંભારે ભાણબાઇ, હિંમતસિંહ અને રણછોડ ગાગલને સાટાકરાર બાબતે જણાવતા ત્રણેય જણે કહ્યું હતું કે, સાટાકરારનો કોઇ અર્થ નથી અને પૈસા ભુલી જાવ તેમ કહી ધમકી અાપી હતી. જમીન માલિક અને ખરીદનાર ત્રણેય મળીને છેતરપિંડી કરી હોવા અંગે ફોજદારી નોંધવા ધા નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...