કાર્યવાહી:સરકારી નિયમોનું પાલન ન કરતી કચ્છની 19 મંડળી ફડચામાં ગઇ

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક રીતે સધ્ધર મંડળીઓ દ્વારા સરકારી નાણાં ઓળવી જવાની પેરવી ?
  • મંડળીના તમામ રેકર્ડનો ચાર્જ 7 દિવસમાં ન અપાય તો કાયદેસરની કાર્યવાહી
  • સિટી બસ સેવામાં પાલિકાના 21 લાખ સેરવનારી મંડળી પણ ફસાઇ

કચ્છની સરકારી, અર્ધ સરકારી મંડળીઅો પૈકી અુમક અાર્થિક રીતે સધ્ધર મંડળીઅો સરકારી નાણાં અોળવી જવાની પેરવી કરતી હોવાના બિનસત્તાવાર હેવાલ મળી રહ્યા છે અને સરકારી નિયમોનું પાલન ન કરતી 19 મંડળીઅોને ફડચામાં લઇ જવાઇ છે.

જિલ્લા 19 સહકારી મંડળીઅોને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ કલમ-107 હેઠળ ફડચામાં લઇ જવાઇ છે. કંડલા ગોદી મજુર કામદાર સ.મ.લી. નવા કંડલા-ગાંધીધામ, દિનોધ્ધાર મજુર કામદાર સ.મ.લી દદામાપર-અબડાસા, અબડાસા તાલુકા એસ.સી.એસ.ટી.મ.કા.સ.મ.લી-મોથાળા, મેલેરિયા ખાતાના કર્મધિ.ગ્રા.સ.મં.લી.-ભુજ, ભુજ મધ્યસ્થ સહકારી ગ્રાહક ભંડાર (અપના બજાર), તબીબી ખાતાના કર્મ.ધિ.ગ્રા.સ.મં.લી.-ભુજ, સિધ્ધિ વિનાયક મહિલા ગ્રાહક ભંડાર-ભુજ, સિટી બસ સેવામાં પાલિકાના 21 લાખ સેરવનારી નવદુર્ગા પરીવહન સ.મં.લી.-ભુજ,

સદભાવ કો.ઓપ. ક્રેડીટ સોસાયટી લી.-ગાંધીધામ, ધર્માચાર કો.ઓપ.ક્રેડીટ સ.મં.લી.-ગાંધીધામ, બાબા સાહેબ કો.ઓપ.ક્રેડીટ સ.મં.લી.-ગાંધીધામ, જીવીકો કર્મ.ધિ.ગ્રા.સ.મં.લી.-ગાંધીધામ, ઓમ કો.ઓપ.ક્રેડીટ સોસા.લી.-ગાંધીધામ, શ્રી આબાદ મત્સ્યોદ્યોગ સ.મં.લી. તૃણા-અંજાર, અબડાસા તાલુકા મહિલા બચત ધિરાણ સ.મં.લી.-ડુમરા, અબડાસા મહિલા બચત ધિરાણ સ.મં.લી.-નલિયા, શિવ શક્તિ મહિલા બચત ધિરાણ.સ.મં.લી.-નલિયા,

ભચાઉ મહિલા બચત.ધિરાણ.સ.મં.લી.-ભચાઉ, મુન્દ્રા બચત ધિરાણ.સ.મં.લી.-મુન્દ્રા સહિતની મંડળીઓના કાર્યવાહકને નોટિસ બજવણીની બજવણી થઇ ગઇ હોવા છતાં ફડચા મંડળીનો ચાર્જ સોપવામાં અાવ્યો નથી તેમજ કેટલીક મંડળીઓના કાર્યવાહકોને નોટિસની બજવણી થઇ શકતી નથી, જેથી જો દિન-7 માં ફડચા મંડળીના તમામ રેકર્ડનો ચાર્જ સહકારી અધિકારી (ફડચો), લગત જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભુજ- કચ્છને સોંપી અાપવો અન્યથા ગુજરાત સહકારી મંડળી અધિનયમ મુજબ ગુનો બનતો હોઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ ફડચા અધિકારી લગત જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.

અમુક મંડળીઅોના હોદ્દેદારોઅે લાખોની લોન લઇને બેંકોને પણ ડુબાડી
​​​​​​​સૂત્રોના કહેવા મુજબ સરકારી, અર્ધ સરકારી મંડળીઅો પૈકી અમુક મંડળીઅોના હોદ્દેદારોના કારણે જ અમુક મંડળીઅો ખાડે ગઇ છે અે પૂરતું ન હોય તેમ અાવા હોદ્દેદારોઅે તો લાખોની લોન લઇને બેંકોને પણ ડુબાડી હોવાના હેવાલ મળી રહ્યા છે.

સરકારી કર્મચારીઅોની મંડળીઅો પણ ફડચામાં
મેલેરિયા અને તબીબી ખાતાની મંડળીઅો તો સરકારી કર્મચારીઅોની જ મંડળીઅો છે અને તેમના ખાતામાં સરકાર દ્વારા નિયમિત રીતે પગાર ચૂકવાય છે અને 19માંથી બે મંડળી અારોગ્ય ખાતા સંબંધિત છે ત્યારે અાવી મંડળીઅો ફડચામાં કેમ જાય છે તે અેક પ્રશ્ન છે.

અા કારણોસર મંડળી ફડચામાં જઇ શકે છે
સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ મંડળી અાર્થિક રીતે સધ્ધર હોય તો ફડચામાં ન જાય અેવું નથી પરંતુ સરકારી ગાઇડલાઇન મુજબ નિયત કરાયેલા નિયમોનું પાલન ન થતું હોય, તે મુજબ મંડળીનો વહીવટ ન થતો હોય, અોડિટ ન કરાય, કોઇ કામ ન કરાતા હોય અથવા તો ગોટાળા કરાયા હોય તો પણ મંડળી ફડચામાં જઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...