તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં વધુ 3 મોત, ફરી વધીને 187 સંક્રમિત, 2656 સક્રિય દર્દી

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામિણમાં રાપરમાં 16, ભુજ 10, અબડાસા 7, નખત્રાણાં 6, અંજાર 5, લખપત 4, ભચાઉ, ગાંધીધામ 2-2, માંડવી 1
 • શહેરોમાં ગાંધીધામમાં 51, ભુજમાં 45, અંજારમાં 14, રાપરમાં 11, ભચાઉમાં 6, માંડવીમાં 5, મુન્દ્રામાં 2 કેસ

કચ્છમાં સરકારી જિલ્લા વહીવટી તંત્રઅે કોરોનાથી વધુ 3 મોત ચોપડે ચડાવ્યા છે, જેથી અત્યાર સુધી કોરોનાથી કુલ મોતનો અાંકડો 204 થઈ ગયો છે. બીજી બાજુ સંક્રમિતોની સંખ્યા ફરી વધીને 187 થઈ ગઈ છે. જોકે, વધુ 75 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, હોસ્પિટલમાં સારવાર હેઠળની સંખ્યા વધીને 2656 ઉપર પહોંચી ગઈ છે.

સોમવારે શહેરોના 134 પોઝિટિવમાંથી ગાંધીધામમાં 51, ભુજમાં 45, અંજારમાં 14, રાપરમાં 11, ભચાઉમાં 6, માંડવીમાં 5, મુન્દ્રામાં 2 કેસ છે. જ્યારે ગામડાના 53માંથી તાલુકા મુજબ રાપરમાં 16, ભુજમાં 10, અબડાસામાં 7, નખત્રાણામાં 6, અંજારમાં 5, લખપતમાં 4, ભચાઉ, ગાંધીધામમાં 2-2, માંડવીમાં 1 કેસ છે. કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ 8695 પોઝિટિવમાંથી 5927 દર્દી સાજા થઈ ગયા છે.

જિલ્લામાં 3908માંથી 1335 પથારી ખાલી
જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માઅે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઅોની સારવાર માટે 3908 પથારી છે, જેમાં સોમવારે 1335 પથારી ખાલી છે, જેમાંથી વિગતે જોઈઅે તો અેર રૂમ 2291માંથી 1173, અોક્સિજનની સુવિધાવાળી 1408માંથી 154 અને ગંભીર સ્થિતિઅે પહોંચેલા દર્દીઅો માટે 209માંથી 8 ખાલી પથારીનો સમાવેશ થાય છે.

જી.કે. જનરલમાં અોક્સિજનના 53 બેડ ખાલી
ભુજ સ્થિત જી. કે. જનરલ હોસ્પિટલમાં અોક્સિજનની 417 પથારી છે, જેમાંથી 66 ખાલી છે. જ્યારે ગંભીર દર્દીઅો માટે અેચ.અેફ.અેન.સી., બાઈપેપ, વેન્ટિલેટરની 53 પથારી છે. પરંતુ, અેકેય પથારી ખાલી નથી. તમામેતમામ ભરાઈ ગઈ છે. અામ, જી. કે. જનરલ હોસ્પિટલમાં કુલ 470 પથારીમાંથી 66 પથારી ખાલી છે.

ઢોરીમાં તમામ ભરાયેલી અને ગડામાં 184 ઉપલબ્ધ
ભુજના ઢોરી સી.અેચ.સી.માં રૂમ અેર 1 છે. જે ભરાયેલી છે. અોક્સિજનની 19 છે. જે પણ ભરાયેલી છે. અામ, 20માંથી અેકય પથારી ખાલી નથી. જ્યારે ગડા સીસીસી વાયબલમાં અેર રૂમની 200માંથી 184 પથારી ખાલી છે.

ગાંધીધામની સ્થિતિ
ગાંધીધામ ડી.સી.અેચ.માંથી સેન્ટ જોસફમાં અોક્સિજનની 74માંથી અેકેય ખાલી નથી. ગંભીર દર્દીઅો માટે 11માંથી પણ અેકેય ખાલી નથી. ડી.પી.ટી.માં અેર રૂમની 10માંથી 10 ખાલી, અોક્સિજનની 30માંથી અેકેય ખાલી નથી. ડી.સી.અેચ.સી.ની અેસ.ડી.અેચ. ગાંધીધામની અેર રૂમ 3માંથી અેેકેય ખાલી નથી. અોક્સિજનની 16માંથી અેકેય ખાલી નથી. લીલાશામાં અેર રૂમ 160માંથી 125 ખાલી, અોક્સિજનની 80માંથી અેકેય ખાલી નથી. ગાંધીધામ સી.સી.સી.ની ભાનુશાલી સી.સી.સી.માં અેર રૂમ 20માંથી અેકેય ખાલી નથી. અોક્સિજનની 12માંથી 9 ખાલી છે.

અંજારમાં માત્ર 8 દર્દી માટે અેર રૂમ
અંજાર ડી.સી.અેચ.સી.માંથી સી.અેચ.સી. દુધઈમાં અેર રૂમ 20માંથી 8 ખાલી, અેસ.ડી.અેચ. અંજારમાં અોક્સિજનની 45માંથી અેકેય ખાલી નહીં, ગંભીર દર્દીઅો માટે પણ 5માંથી અેકેય ખાલી નથી. જ્યારે નવજીવન ટ્રસ્ટ હોસ્પિટલ સી.સી.સી.માં અોક્સિજનની 20માંથી અેકેય ખાલી નથી.

45 વધુ ઉંમરના માત્ર 672ને રસી
કચ્છમાં જોઇએ તેવો રસીકરણ અભિયાન ચલાવાઇ રહ્યું નથી. કચ્છમાં સોમવારે 45થી વધુ ઉમરના માત્ર 672ને જ રસી અાપી શકાઈ છે. સૂત્રોઅે જણાવ્યું હતું કે, કોવિશીલ્ડનો જથ્થો ખુટી પડતા વધુ રસી અાપી શકાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો