તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:કચ્છની 180 પ્રા. શાળાઓમાં ઓછી સંખ્યાવાળા ધો.6,7ના વર્ગો બંધ થશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાૈથી વધુ રાપર તાલુકામાં 46 અને અોછી અંજારમાં એક
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઅે કર્યો અાદેશ

કચ્છમાં 180 શાળાઅોમાં 20થી અોછા છાત્રોવાળા ધોરણ 6 અને 7ના વર્ગો બંધ કરવાનો અાદેશ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઅે કર્યો છે. પ્રાથમિક શાળાઅોમાં અભ્યાસ કરતા બાળકોને વધુ સુવિધાવાળી અને નજીકની વિષય શિક્ષકવાળી શાળામાં શિક્ષણ મળી રહે અને છાત્રોને યોગ્ય અને શ્રેષ્ઠતમ માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ધોરણ 6 અને 7માં વિદ્યાર્થીઅોની સંખ્યા 20 કરતા અોછી હોય તેવા વર્ગો બંધ કરવાના રહેશે અને જે શાળાઅોમાં ધો.6 અને 7માં 20 કે તેથી વધુ છાત્રો હોય ત્યાં ધો.7 અને 8ના ક્રમિક વર્ગો શરૂ કરવાના રહેશે તેવો અાદેશ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઅે તા.24-8, મંગળવારના કર્યો હતો, જેના અનુસંધાને તાલુકાવાર શાળાઅો પર દ્રષ્ટિપાત કરીઅે જિલ્લાની 180 પ્રાથમિક શાળાઅોમાં ધો.6 અને 7ના વર્ગો બંધ થશે, જેમાં સાૈથી વધુ રાપર તાલુકામાં 46 અને સાૈથી અોછી અંજાર તાલુકામાં 1 શાળાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...