રસીકરણ:રસીનો બીજો ડોઝ લેવાનો 1.80 લાખ લોકોનો સમય થઈ ગયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે મહાઝુંબેશ : 2 લાખ વેક્સિનના ડોઝ હાજર સ્ટોકમાં
  • રેલવે સ્ટેશન, તાલુકા કક્ષાએ બસ સ્ટેશને અને 380 આરોગ્ય કેન્દ્રો પર સવારે 9થી રાત્રે 12 સુધી કામગીરી

ભુજ સ્થિત જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ ગુરુવારે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્‍છ જિલ્‍લામાં 18 કે તેથી વધુ ઉંમરના અંદાજિત 15 લાખ લોકો સામે 12 લાખથી વધુ લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. આમ કચ્છ જિલ્લામાં હજુ સુધી 79.42 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. પરંતુ, પ્રથમ ડોઝમાં બાકી રહેતા લોકોને કોરોના થવાનો જોખમ વધુ છે, જેથી મહા ઝુંબેશમાં પ્રથમ ડોઝ લેવા અપીલ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલ કચ્છમાં પ્રથમ ડોઝ લીધા બાદ 1.80 લાખ લોકો બીજા ડોઝ માટે પાત્રતા ધરાવે છે, જેથી કોરોના સામે રક્ષણ આપતી રસીના 2 લાખ ડોઝ હાજર સ્ટોકમાં રખાયા છે. તેમણે મહાઝુંબેશની વ્યવસ્થાની અાંકડાકીય માહિતી આપતા ઉમેર્યું હતું કે, મહામારી કોરોનાને નાથવા માટે યોજાઈ રહેલા કોરોના રસીકરણ ઝુંબેશમાં શુક્રવારે બીજા ડોઝ માટે મહાઝુંબેશ હેઠળ જિલ્લામાં 500 ઉપરાંત સેન્ટરોમાં રસીકરણની વ્યવસ્થા કરાઈ છે. જિલ્લામાં 380 સબસેન્ટર પર કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત રેલવે સ્ટેશન, તાલુકા કક્ષાએ બસ સ્ટેશન પર પણ નાગરિકો માટે રસીકરણ વ્યવસ્થા કરાશે. આરોગ્ય કર્મીઓ સાથે આશાવર્કરો ગ્રાઉન્ડ લેવલ સુધી સગર્ભા માતાઓને સબ સેન્ટરમાં લઈ જઈ રસી મુકાવે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સવારે 9થી રાત્રે 12 વાગ્યા સુધી કામગીરી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...