ક્રાઇમ:આદિપુરમાં નૌસેનાના ટ્રેનરના ઘરમાંથી 18 હજારની ઉઠાંતરી

આદિપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિપુરની છ વાળી વિસ્તારમાં રહેતા અને નૌસેનામાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા સંદિપકુમાર ક્રિષ્ના મહેતોએ ફરિયાદ નોંધાવી છે કે, ગત સાંજે જમીને સૂઇ ગયા બાદ સવારે ઉઠીને જોયુું તો તેમનો રૂ.10 હજારની કિંમતનો મોબાઇલ ન દેખાતાં પાછળ જોયું તો ટ્રોલીબેગ પણ ગૂમ હતી. કોઇ અજાણ્યા ઇસમોએ ચોરી કરેલી બેગમાં સંદિપકુમારન એલએસજીડબલ્યુ નૌસેનાનું 1393092 નંબરનું આઇકાર્ડ, એસબીઆઇનું એટીએમ કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડબાઇકની આરસી બુક, લાયસન્સ, ચુંટણીકાર્ડ અને રૂ.8,000 રોકડા રૂપિયા મળી કુલ રૂ.18,000 ની ચોરી કરી હોવાની જાણ થતાં આ બાબતે તેમણે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...