તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજળી પડી:ભચાઉ તાલુકાના કંઠકોટ ગામની સીમમાં વીજળી પડતા 18 બકારના મોત, 10 ઘાયલ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ કારણે ઝાડ નીચે આશરો લેતા 35માંથી 18ના વીજપ્રપાતથી મૃત્યુ થતા 2 લાખનું નુકશાન

ભચાઉ તાલુકાના કંઠકોટ ગામની ઉગમણી સિમ વિસ્તારમાં ગામના માલધારી ગોવિંદા કરશન રબારી પોતાના અને અન્યની માલિકીના 35 જેટલા બકરા ચરાવતા હતા તે દરમ્યાન વરસાદ શરૂ થયો હતો. વરસાદથી બચવા વડના ઝાડ નીચે બકરાના ધણ સાથે આશરો લીધો હતો તેજ સમયે માથેથી વીજળી પડતા 18 જેટલા બકારના તત્કાળ મોત નિપજયા હતા જ્યારે 10 જેટલા બકરા ઘાયલ થવા પામ્યા છે.

બનાવના પગલે કંઠકોટ ગામના અગ્રણી અને ભચાઉ તાલુકા કોંગેસ સમિતિના પ્રમુખ બળુભા જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે વીજપ્રપાતના કારણે મૃત્યુ પામેલા 10 બકરા ગોવાળના હતા જયારે 8 ગ્રામજનોના. 18 બકરના મરણ થવાથી ગરીબ પરિવારના ગોવાળ પર આભ તૂટી પડ્યું છે અને તેના લીધે અંદાજિત રૂ 2 લાખ જેવું નુકશાન પહોંચ્યું છે. આ માટે સરકાર તરફથી ગોવાળ પરિવારને સહાય મળવાની માંગ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...