તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • 171 Corrections After Verification Of Forms, 53 In District Panchayats And 261 In Taluka Panchayats Were Declared Invalid.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ફોર્મ ચકાસણી બાદ સુધરાઇના 171, જિલ્લા પંચાયત માં 53 અને તાલુકા પંચાયતના 261 અમાન્ય ઠર્યા

ભુજ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઉમેદવારી ફોર્મની ચકાસણી વેળાએ ભુજની કચેરીમાં જામેલી ભીડ. - Divya Bhaskar
ઉમેદવારી ફોર્મની ચકાસણી વેળાએ ભુજની કચેરીમાં જામેલી ભીડ.
 • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લાભરમાં ઉતેજનાનો માહોલ : આજે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ
 • તાલુકા મથકોએ કચેરીઓમાં દિવસભર જોવા મળ્યો ધમધમાટ
 • રાજકીય પક્ષો હજી મેદાનમાં હવે ઉતરશે, પરંતુ અત્યારથી કાવાદાવા શરૂ
 • મેદાને જંગમાં કોણ રહેશે તેનું આજે ચિત્ર થશે સ્પષ્ટ

સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અને તંત્રમાં ગતિવિધિ તેજ બની છે. આજે સોમવારે સવારથી ફોર્મ ચકાસણી નો ધમધમાટ કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાં જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા તેની ચકાસણી કરવામાં આવી હતી. કચ્છની પાંચ પાલિકામાં 171, જિલ્લા પંચાયતની અલગ અલગ બેઠકો પર ભરાયેલાં 53 તેમજ તાલુકા પંચાયતની બેઠકોના 261 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. આજે તા.16ના ફોર્મ પરત ખેંચવામાં આવશે, જેથી ચૂંટણી જંગમાં કેટલા ઉમેદવારો મેદાને છે તેનું આખરી ચિત્ર આજે મંગળવારે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે.

દિનારા જિલ્લા પંચાયત બેઠક પર માતાનું ફોર્મ રદ, તો ડમી તરીકે ઊભેલી દીકરીની ઉમેદવારી
ભુજ તાલુકાની દિનારા જિલ્લા પંચાયત બેઠક જે આ વખતે સામાન્ય સ્ત્રી અનામત છે. આ બેઠક પર કોંગ્રેસ તરફથી ગત ટર્મ જિલ્લા પંચાયત સદસ્ય રહેલા રસીદ સમાના પત્ની મરીયાબાઇ રસીદ સમાએ ઉમેદવારી નોંધાવી છે. તો ભાજપ તરફથી મરીયાબાઇ મામદ સમાએ ઉમેદવારી નોંધાવી છે. આજે ફોર્મ ચકાસણી વખતે વિપક્ષ દ્વારા ભાજપના ઉમેદવારના 2 થી વધુ બાળકો હોવાની વાત કરીને વાંધો ઉઠાવ્યો હતો. ચૂંટણી અધિકારી દ્વારા વાંધા અરજી સાંભળી તલાટી દિનારા પાસેથી જન્મ મરણના અસલ રેકર્ડની ખરાઇ કરતા, ઉમેદવારના 2 થી વધુ બાળકો હોવાનું બહાર આવતા ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યું છે.

જો કે ભાજપના ઉમેદવાર મરીયાબાઇ મામદ સમા સાથે ભાજપના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલ તેની પુત્રી નિયામતબેન મામદ સમાનો ફોર્મ માન્ય રહેતા બેઠક બિનહરિફ થતા બચી ગઈ છે. કોંગ્રેસને દિનારા બેઠક બિનહરિફ મળી નથી, પણ ભાજપના જિલ્લા પંચાયતના માન્ય ઉમેદવારનું ફોર્મ રદ થતા પચ્છમ વિસ્તારમા રાજકીય ગરમાવો ચોક્કસ આવ્યો છે.

ભુજના વોર્ડ નં-9માં કોંગ્રેસી ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા ચારેય બેઠક બિનહરિફ થશે : કોંગ્રેસ ધુંઆપુંઆ
ફોર્મ ચકાસણી માં આજે વોર્ડ નં નવમા ફરીથી નાટકીય ઘટના બની. કોંગ્રેસી ઉમેદવાર જયેશ ઠક્કર ના સાક્ષી ભરતસિંહે એફિડેવિટ રજૂ કરીને ઉમેદવારના સાક્ષી તરીકે તેની સહી નથી તેવી રજૂઆત કરતા આ વોર્ડની ચારેય બેઠક ભાજપને જાય તેવી શક્યતા છે. જો કે આ મુદ્દે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ રવીન્દ્ર ત્રવાડીએ જણાવ્યું કે લોકશાહી માં આવી રીતે ચુંટણી થવાની હોય તો અમે હાઇકોર્ટ સુધી જઇને સ્ટે મેળવશું. સાક્ષી સાથે ધાક ધમકી થઈ હોવાનું કહ્યું હતું.

માનકુવા અને ડગાળા બેઠક ભાજપને બિનહરીફ જાહેર
ભુજ તાલુકાની માનકુવા બેઠક પરથી ઉમેદવારી કરનાર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખની પત્ની મંજુલાબેન ભંડેરીએ દાવેદારી નોંધાવી હતી. જો કે આજે ફોર્મ ચકાસણી બાદ કોગ્રેસી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા તેઓ બિનહરીફ થયા હતા. તો બીજી તરફ ભુજ તાલુકાની ડગાળા બેઠક પર પણ કોગ્રેસી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ડાહ્યાભાઇ વરચંદ બિનહરીફ થયા હતા. જ્યારે ભાજપના જિલ્લા પંચાયત બેઠક દિનારાના ઉમેદવારના ત્રણ બાળકો હોવા મુદે વિપક્ષના કોંગ્રેસે વાંધો લેતા ભાજપ ઉમેદવારનુ ફોર્મ રદ થયું છે.

નખત્રાણા તા.પંચાયતમાં 3 ફોર્મ પાછા ખેંચાયા, જિ.પં.માં બે રદ્દ
નખત્રાણા તાલુકા પંચાયતની તલ સીટ પરથી જત મુબિન જુમાએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અપક્ષ તરીકે ફોર્મ પરત ખેંચ્યું હતું જ્યારે કોટડા જડોદર અને નખત્રાણા-2ની બેઠક પરથી પણ બે અપક્ષે નામાકંન પાછું ખેંચ્યું હતું. બીજી બાજુ નેત્રા જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસમાંથી છેલ્લી ઘડીએ વિશનજી રૂપારેલને મેન્ડેટ મળતાં અશ્વિન રૂપારેલનું ફોર્મ રદ્દ જાહેર કરાયું હતું. જિલ્લા પંચાયતની નિરોણા સીટ પર નવુભા સોઢાએ ડમી તરીકે રજૂ કરેલું નામાંકન પત્ર અમાન્ય ઠેરવાયું હતું.

સૌથી વધુ ભુજ તા. પચાયતમાં 47 નામાંકનપત્ર અમાન્ય ઠેરવાયા
સોમવારે હાથ ધરાયેલી ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન સૌથી વધુ ભુજ તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર 47 નામાંકનપત્ર અમાન્ય ઠર્યાં હતાં. આ ઉપરાંત લખપતના 32, ગાંધીધામ 20, નખત્રાણા અને ભચાઉ 7-7, રાપરના 31, અબડાસા 19, અંજારના 23, માંડવી 36 અને મુન્દ્રા તાલુકા પંચાયતની બેઠકો પર ભરાયેલા 39 મળીને કુલ્લ 261 ફોર્મ સક્ષમ અધિકારી દ્વારા રદ્દ જાહેર કરાયા હતા જેમાં ભાજપના 135, કોંગ્રેસના 114, આપના 3, અપક્ષ 6 અને અન્ય 1નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો