તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં વર્ષ 2020 બાદ હવે 2021ના માર્ચ અને એપ્રિલ માસમાં પણ કોરોનાનો કહેર જારી છે. કોરોનાની સારવાર દરમિયાન કચ્છમાં અત્યાર સુધી અધધ 372 લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ તંત્ર માત્ર 81 મોત સ્વિકારે છે. કુલ પોઝિટિવનો આંક પાંચ હજારને આંબી ગયો છે. આ બધાની વચ્ચે રાહતના સમાચાર પણ બહાર આવ્યા છે. કચ્છમાં સતત બે વર્ષ કહેર મચાવનારા ડન્ગ્યુના કેસોમાં અધધ 1700 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સિવાય અન્ય રોગો ચિકનગુનિયા, ઝેરી મલેરિયા અને ટાઇફોઇડના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
જેના પગલે આરોગ્ય સ્ટાફને પણ કોરોનાના બાચાવ કાર્યમાં વધારે સમય મળી રહ્યો છે.આ અંગે મળતી વિગતો મુજબ કોરોનાને પગલે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત પણ થયા છે. ઘરમાં સાફ સફાઇ, શરીરની સફાઇ, મોઢા પર માસ્ક અને ભીડભાડથી દૂર રહેવાના લીધે અનેક બીમારીઓ આપો આપ ઘટી ગઇ છે. વર્ષ 2018 અને 2019માં કોરોના ન હતો પરંતુ કચ્છમાં ડેન્ગ્યુએ કહેર મચાવ્યો હતો. લોકોના જીવ ભલે જઇ રહ્યા ન હતા પરંતુ કચ્છના ગામે ગામ પાણી જન્ય રોગચાળાએ માઝા મુકી હતી.
આ બધાની વચ્ચે 2020માં કોરોનાએ સમગ્ર વિશ્વની સાથે કચ્છમાં પણ હાહાકાર મચાવ્યો હતો. પાંચ હજાર કેસોની સાથે કચ્છમાં 300થી વધારે લોકોના જીવ કોરોનાએ લીધા છે. પરંતુ આટલા ખરાબ સમયમાં એક રાહતની વાત એ છે કે અન્ય બીમારીઓમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2019ની સરખામણીએ 2020માં ડેન્ગ્યુના કેસોમાં 1700 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો ઝેરી મલેરિયાના કેસોમાં પણ 400 ટકાથી વધારે ઘટાડો નોંધાયો છે. તો ટાઇફોઇડના કેસોમાં પણ 200થી વધારે ટકાનો ઘટાડો નોંધાયો છે.
જોકે મલેરિયામાં હજુ પણ જોઇએ તેવો ઘટાડો નોંધાયો નથી. આ પાણીજન્ય બીમારીઓમાં ઘટાડો નોંધાયો હોવાથી આરોગ્ય વિભાગ કોરોના સામેની લડાઇમાં વધારે સમય આપી શકે છે. લોકો આવી રીતે જ સ્વાથ્ય પ્રત્યે જાગૃત રહેશે તો આગામી સમયે પણ આ પાણી જન્ય રોગો માથુ ઉંચકી નહીં શકેે.
રાજ્યભરમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો
વર્ષ 2020માં રાજ્યભરમાં આ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો નોંધાતા રાહત ફેલાઇ છે. હાલ કોરોના સામે જંગ છે. તેવામાં ડેન્ગ્યુ સહીતની બીમારીઓ પણ માંથુ ઉંચકે તો આરોગ્ય વિભાગને બે બાજુ લડવુ પડે તેમ હતું. કોરોનાના લીધે જાગૃતી આવતા પણ આ પાણી જન્ય રોગચાળો કાબુમાં આવ્યો છે. જોકે સરકારે પોતે જુદી-જુદી કામગીરી કરી બીમારીને કાબુમાં લેવાનો દાવો કર્યો છે.
કચ્છમાં બે વર્ષમાં માત્ર કોરોનાથી લોકોના મોત
સરકારે વિધાનસભામાં દાવો કર્યો છે કે વર્ષ 2019 અને 2020માં કચ્છમાં કોરોના સિવાય ડેન્ગ્યુ, મલેરિયા કે ટાઇફોડથી એક પણ લોકોના મોત થયા નથી. માત્ર કોરોનાથી તા. 31/12/20 સુધી કચ્છમાં 33 લોકોના જીવ ગયા હોવાનું સરકારે સ્વિકાર્યું હતું.
કચ્છમાં બે વર્ષમાં કઇ બીમારીના કેટલા કેસ | |||||
વર્ષ | ચિકનગુનિયા | મલેરિયા | ડેન્ગ્યુ | ઝેરિ મલેરિયા | ટાઇફોઇડ |
2019 | 8 | 533 | 775 | 58 | 316 |
2020 | 2 | 450 | 44 | 12 | 131 |
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.