પ્રધાનમંત્રી ગતિશકિત યોજના:ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરીટી દ્વારા રૂ.10 હજાર કરોડના 17 પ્રોજેક્ટ કાર્યાન્વિત કરાશે

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોજેકટ હેઠળ કંડલા પોર્ટની 100 મિલિયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલીંગની ક્ષમતા થશે
  • રૂ. 4243.64 કરોડના ખર્ચે તુણા-ટેકરા, કંડલા પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલની સ્થાપના કરાશે
  • રૂ.1147 કરોડના ખર્ચે કંડલા ખાતે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી ( SIPC ) નો વિકાસ કરાશે-ચેરમેન એસ.કે.મહેતા

પ્રધાનમંત્રી ગતિશકિત યોજના હેઠળ દેશમાં એકસૂત્રતાથી માળખાકીય સવલતો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર-2021માં પ્રગતી મેદાન નવી દિલ્લીથી “પ્રધાનમંત્રી ગતિશક્તિ” નેશનલ માસ્ટર પ્લાનની વર્ચુઅલી જાહેરાત કરી હતી. એ મૂર્તિમંત કરવાના ભાગ રૂપે આજે દીનદયાળ પોર્ટ ઓથોરીટી ગાંધીધામ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવમાં આવ્યું હતું.

જેમાં દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ચેરમેન એસ.કે. મહેતાએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગતિશકિત યોજના હેઠળ સુગ્રથિત વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર, ગોડાઉન, વાહન વ્યવહાર, રેલ સુવિધા, હવાઈ સુવિધા અને હવે ઈન્ટરનેટ સુવિધાઓ સાથે ભારત આ પ્રોજેકટ દ્વારા ગ્લોબલ પાવર પૂરવાર થશે. વિવિધ 16 મંત્રાલયો અને 50 વિભાગોના સંકલનથી વિકાસ માટે એક કોમન પ્લેટફોર્મ પુરૂ પાડવાનુ ઉત્તમ કામ છે. જે આગામી સમયમાં વિકાસના નવા દ્વાર ખોલશે. જેના ભાગરૂપે અન્વયે દીનદયાળ પોર્ટ ઓથોરીટી રૂ. 10375.56 કરોડના કુલ 17 પ્રોજેકટ કાર્યાન્વિત કરશે. જેના લીધે દીનદયાળ પોર્ટ ઓથોરીટીની 100 મિલિયન મેટ્રીકટન કાર્ગો હેન્ડલીંગની ક્ષમતા થશે.

આ પ્રોજેકેટની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, રૂ. 42.4 કરોડનું આંતરિક સંસાધનો દ્વારા જૂના કંડલા ખાતે ઓઇલ જેટી નંબર 7 નું બાંધકામ, રૂ. 99.09 કરોડનું આંતરિક સંસાધનો દ્વારા જૂના કંડલા ખાતે ઓઇલ જેટી નંબર 8 નું બાંધકામ, રૂ. 448 કરોડનું કેપ્ટિવ ઉપયોગના ધોરણે OOT -વાડીનાર - દીનદયાળ પોર્ટ પર SPM અને બે પ્રોડકટ જેટી ધરાવતી લિક્વિડ ટર્મિનલ સુવિધાઓનો વિકાસ, રૂ. 343 કરોડનું બીઓટી ધોરણે જૂના કંડલા ખાતે લિક્વિડ કાર્ગો અને શિપ બંકરિગ ટર્મિનલને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટીનો વિકાસ કરાશે.

આ ઉપરાંત રૂ. 1147 કરોડનું કંડલા ખાતે સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (SIPC) નો વિકાસ, રૂ. 123.4 કરોડનું 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ બીઓટી ધોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર 9નું સંચાલન, વિકાસ અને જાળવણ, રૂ. 123.12 કરોડનું 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ બીઓટી ધોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર 10 નું સંચાલન, વિકાસ અને જાળવણ, રૂ. 361.7કરોડનું 30 વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ બીઓટી ઘોરણે તમામ પ્રકારના પ્રવાહી કાર્ગોને હેન્ડલ કરવા માટે ઓઇલ જેટી નંબર 11 નું સંચાલન, વિકાસ અને જાળવણી, રૂ. 300 કરોડનું 30વર્ષના કન્સેશન સમયગાળા માટે PPP મોડ હેઠળ DBOT ધોરણે બર્થ નંબર -14 પર યાંત્રિક ખાતર અને અન્ય સ્વચ્છ કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ અપાશે.

વધુમાં જાણકારી આપતા જણાવ્યું કે, રૂ. 171.32 કરોડનું ઓઈલ જેટી વિસ્તાર, કંડલામાં પાઇપલાઇન પ્રોજેક્ટનું રિપ્લેસમેન્ટ અને રિવેમ્પિંગ, રૂ. 254.32 કચ્છ સોલ્ટ જંકશન પર રોડ ઓવર બ્રિજ (ROB) નું બાંધકામ કરોડનું, રૂ. 39 કરોડનું ગાંધીધામ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરનું નિર્માણ, રૂ. 2250..64 કરોડનું પબ્લિક - પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડ હેઠળ બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (BOT) ધોરણે કંડવા ખાતે કચ્છના અખાત ખાતે તુણા - ટેકરા ( કંડલા ફ્રીકની બહાર ) ની બહાર બહુહેતુક કાર્ગો બર્થનો વિકાસ 18, રૂ. 4243.64 કરોડના ખર્ચે PPP મોડ હેઠળ બીઓટી ધોરણે તુણા - ટેકરા, કંડલા પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલની સ્થાપના કરાશે.

આ ઉપરાંત રૂ. 45.51 કરોડનું કાર્ગો જેટી વિસ્તારની અંદર રેલ નેટવર્કનું અપગ્રેડેશન, કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન, ડીપીએ ખાતે રો - રો ટર્મિનલ ( હઝીરા , મુળ દ્વારકા , પીપાવાવ) રૂ. 383.42 કરોડ થઇ કુલ રૂ. 10375.56 કરોડના કુલ 17 પ્રોજેકટ અમલી બનશે જેનાથી કાર્ગોની વાર્ષિક 109.92 મિલિયન મેટ્રીકટન પર એનમ ક્ષમતા વધશે. પી.એમ. ગતિશક્તિ પ્રોજેકટ અન્વયે માળખાકીય સુવિધાઓ એકસુત્રતાથી પારદર્શિતાથી અમલી બનશે તેમજ તેના પગલે રોજગારીની વિપુલ તકો વધશે એમ જણાવ્યું હતુ. તેમજ આ યોજનાથી ડી.એ.એ. વેગવંતુ બનશે એમ આ તકે સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું.

આ તકે ગતિશક્તિ યોજના અને દીનદયાળ પોર્ટ ઓથોરીટીના વર્ષ 2047 સુધીના આયોજન સંદર્ભે દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ડેપ્યુટી.ચેરમેન નંદિશ શુકલા, IRTS, Dy. ચેરમેન, આદિશ પઠાણીયા, IRTS, એરિયા રેલ્વે મેનેજર-ગાંધીધામ, રાજેન્દ્ર કુમાર, IPRCL, મહેશ તીર્થાની, સેક્રેટરી-ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, મહેશ ગુપ્તા, પ્રમુખ, કંડલા લિક્વિડ ટાંકી ટર્મિનલ, વિનય ઠાકુર સેકેટરી સી. હરિચંદ્રન, પોર્ટ શીપીંગ મંત્રાલયના નાયબ સચિવ, જન સંર્પક અધિકારી ઓમપ્રકાશ દાદલાણી, લિકવિડ ટર્મિનલ અધિકારી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના અવધેશ પટ્ટણી, ભાગ્યેશભાઇ, નરેન્દ્ર રામાણી, શરદ શેટ્ટી વગેરેએ પ્રોજેકટ સાથે જોડાએલ વિકાસલક્ષી અને પ્રજાકીય હેતુની વિગતો રજૂ કરી હતી. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ દ્વારા પ્રેસ મીડિયાને સંબોધવામાં આવ્યું હતું. PM ગતિ શક્તિના નેશનલ માસ્ટર પ્લાન હેઠળ, પ્રોજેક્ટ્સ વિશે સ્પષ્ટ દ્રષ્ટિ આપવા માટે તેમની સાથે વાતચીત કરી.

પોર્ટ આસપાસ અસામાજિક તત્વોના ત્રાસનો મુદો પણ ઉઠ્યો, પોર્ટે કહ્યું પોલીસનું ફરી ધ્યાન દોરશું
કંડલા લિક્વિટ ટર્મિનલ સંગઠનના પ્રમુખ મહેશ ગુપ્તાએ જણાવ્યું કે જેમ વિકાસ થાય તેમ અસામાજિક તત્વો પણ ફુલેફાલે, તેવીજ રીતે કંડલામાં પણ અસામાજિક ચોર તત્વોનો વિકાસ થયો છે, પોર્ટ પ્રશાસન આ દિશાને પણ ધ્યાને લઈને જરૂરી પગલાઓ ભરે તેવું ધ્યાન તેમણે દોર્યું હતું. જે અંગે ચેરમેન મહેતાએ અગાઉ કંડલાની મુલાકાતે આવેલા ડીજીપીનું ધ્યાન દોરાયું હોવાનું યાદ કરીને ફરી આ અંગે પોલીસનું ધ્યાન દોરાશે તેમ જણાવીને આ ઘટનાઓ પોર્ટ અંતર્ગત આવતા વિસ્તાર બહાર થતી હોવાનું કહી હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો હતો.

કેમ ડિફેન્સ સંશાધનોનું નિર્માણ કંડલાની જમીન પર ન થાય ? ગાંધીધામ ચેમ્બરે વિચાર વહેતો મુક્યો
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના જોડાયેલા પ્રતિનીધી મંડળ વતી સેક્રેટરી મહેશ તીર્થાણીએ અહિ ડિફેન્સ સબંધિત સામગ્રીના નિર્માણ સબંધિત વિચાર રજુ કર્યો હતો. તેમણે પહેલા ગતિ શક્તિ અંતર્ગત થઈ રહેલા કાર્યોને આવકાર આપીને જણાવ્યું કે જેમ ફર્નિચર પાર્કની દિશામાં પોર્ટ વિચારી રહ્યું છે તેમ શું ડીફેન્સ સેક્ટરમાં કામ ન થઈ શકે? તેમણે રાજકોટની એક મહિલાનો પણ દાખલો ટાંકીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અહી ડીપીટી તે કાર્યોને હાથ ધરવાની દિશામાં પ્રયાસ કરે તેવો મત રજુ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...