તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:શહેરમાં સાડા 17 લાખના એલ.ઈ.ડી. પોલ સડી ગયા, 10 લાખનો ખર્ચ મંજુર

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વરસાદની ઋતુમાં ડિવાઈડરનું કેબલ ખરાબ થતા 4.40 લાખનો ખર્ચ !
 • ભુજ નગરપાલિકાની રોડ લાઈટ બ્રાન્ચે માગણી કરી અને સા.સભાએ ‘હા’ પાડી

ભુજ નગરપાલિકાની રોડ લાઈટ બ્રાન્ચે શહેરમાં એલ.ઈ.ડી. લાઈટ સહિત પોલ સડી ગયાનો સરવે કર્યો અને બદલવા 17 લાખ 51 હજાર 239નો ખર્ચ પણ બતાવ્યો, જેથી ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ અને 42.90 ટકા નીચાભાવે 9 લાખ 99 હજાર 957 રૂપિયાનો મંજુર પણ કરી દેવાયો ! જોકે, આટલી મોટી રકમના એલ.ઈ.ડી. પોલ સડી ગયા અને ક્યારેય પણ નજરે ન ચડ્યા, જેથી આશ્ચર્ય ફેલાયો છે.ભુજ નગરપાલિકાની છેલ્લે 27મી નવેમ્બરે સામાન્ય સભા મળી હતી, જેમાં રોડ લાઈટ બ્રાન્ચે 6ઠ્ઠી જુલાઈના કારોબારી સમિતિમાં ભુજ શહેરના રોડ લાઈટના પડી ગયેલા પોલની જગ્યા એ 17 લાખ 51 હજાર 239 રૂપિયયાના ખર્ચે નવા એલ.ઈ.ડી. સહિત ડિવાઈડર પોલ લગાડવા મંજુરી માંગી હતી.

જેની ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ 4 પાર્ટીના ટેન્ડર આવ્યા હતા અને 42.90 ટકા નીચાભાવે 9 લાખ 99 હજાર 957 રૂપિયાનો ભાવ મંજુર કરાયો હતો. કારોબારી સમિતિ એ 14મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ એ ખર્ચને મંજુરી આપી હતી. કારોબારી સમિતિના એ ઠરાવને સામાન્ય સભામાં મંજુરી આપી દેવાઈ હતી. એટલું જ નહીં પણ વરસાદની સિઝનમાં ડિવાઈડરનું કેબલ ખરાબ થઈ જતા 4 લાખ 40 હજાર 764 રૂપિયાના ખર્ચે ખરીદીને પણ મંજુરી આપી દીધી છે.

સડી ગયેલા પોલનો ભંગાર તો માંગજો
રોડ લાઈટ બ્રાન્ચે 9 લાખ 99 હજાર 957 રૂપિયાના ખર્ચે કેટલા પોલ અને એલ.ઈ.ડી. ખરીદ્યા અને સડી ગયેલા એ પોલનો ભંગાર ક્યા છે. એના ભાવ શુંઆવશે એ મુખ્ય અધિકારી, પદાધિકારીએ હિસાબ કેમ નથી માંગતા એ એક અચરજની વાત છે. જોકે, એ ભંગાર વેચતા કોઈ રકમ ઉપજી હોય તો એ હિસાબોમાં અલગથી બતાવાય તો તાળો મળી શકે એમ છે. પરંતુ, ‘રાત ગઈ શો બાત ગઈ’ની જેમ પછી કોઈ પૂછવાવાળું જ હોતું નથી.

એક જ ફેઝ નથી છતાં બગડે છે તે આશ્ચર્ય
ભુજ નગરપાલિકા એ ડિવાઈડરના કેબલ થ્રી ફેઝ કરી નાખ્યા છે, જેથી એક ફેઝ ઉડે તો બીજા ત્રીજા ફેઝથી કામ ચાલુ રહે. જ્યારે સિંગલ ફેઝ હતા ત્યારે પણઆટલા મોટા ખર્ચે બગડતા નહોતા તો થ્રી ફેઝમાં કેમ બગડે છે એ એક પ્રશ્ન છે. ત્યારે હવે થ્રી ફેઝ કનેકશન હોવા છતાં ખામી કેમ સર્જાય છે તે તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો