મરીન પોલીસની કાર્યવાહી:દરિયો ખેડવા પર પ્રતિબંધ હોવા છતાં લક્કી નાળામાં માછીમારી કરતી 17 બોટ પકડાઇ

નારાયણ સરોવર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે માછીમારોના નિવેદન લીધા બાદ મત્સ્યઉદ્યોગની કચેરીને જાણ કરી હતી

હાલમાં ગુલાબ શાહીન નામના વાવાઝોડાને કારણે માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં લખપતના સમૃદ્રમાં લકીનાળા પાસે માછી મારી કરી રહેલી 17 બોટને નારાયણ સરોવર પોલીસે ઝડપી પાડી હતી. માછીમારોના પોલીસે નિવેદનો લીધા બાદ આ અંગે મત્સ્યઉદ્યોગની કચેરીને આગળની કાર્યવાહી માટે જાણ કરાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ નારાયણ સરોવર પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે લકી નાળા પાસેથી 17 બોટો માછી મારી કરી મળી આવી હતી.

આ બોટોમાંથી નાની મોટી માછલીઓ અને માછલી મારવાની ઝાડીઓ દરિયામાં લગાવેલી જોવા મળતાં નારાયણ પોલીસે તમામ બોટોના માછીમારોને પકડી પોલીસ મથકે લઇ આવી તેમના નિવેદન લેવાયા આગળની કાર્યવાહી માટે મત્સ્યઉદ્યોગની કેચરીને જાણ કરાઇ હતી. તો, નારાયણ સરોવર અલજીલાની મંડળીના પ્રમુખ આરબ ભાડાલાએ મદદનીશ મત્સ્યઉદ્યોગ નિયામકને લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલમાં માછી મારી પર પ્રતિબંધ હોવાથી તેનું પાલન કરી માછીમારી કરવાનું બંધ રાખેલ છે.

ત્યારે આ વિસ્તાર સ્થાનિક માછીમારીઓનો હોવા છતાં બહારના માછીમારો અહીં આવીને માછી મારી કરી રહ્યા છે. જો સ્થાનિક લોકો માછીમારીનું પાલન કરે અને બહારથી માછીમારો આવી નિયમનો ભંગ કરી માછીમારી કરી જાય તે અમારા સાથે અન્યાય થયો હોવાની વાત છે. તો નિયમોનું પાલન તમામ માછીમારો કરે તેવો ખુલાસો મત્સ્યદ્યોગ તરફથી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...