તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સતત પાંચમા દિવસે મોતનો આંક ત્રણ પર અટક્યો,162 પોઝિટિવ

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2747 થઈ
 • શહેરોમાં 96 અને ગ્રામ્ય વિસ્તારોમાં 66 લોકો સંક્રમિત
 • રાપર અને મુન્દ્રા તાલુકામાં એકપણ કેસ નોંધાયો ન હતો

કચ્છમાં સતત પાંચમા દિવસે કોરોનાથી મોતનો આંક 3 પર અટકી ગયો હતો. શહેરોમાં 96 અને ગ્રામ્ય વિસ્તારોમાં 66 મળીને વધુ 162 લોકો કોવિડથી સંક્રમિત થયા હતા. બીજી બાજુ તેના અડધાથી પણ ઓછા એટલે કે, 71 દર્દી સ્વસ્થ જાહેર કરાયા હતા.

30મી એપ્રિલે 3 મોત થયા બાદ યોગાનુયોગ કહો કે આંકડા છૂપાવવાની રમત, સતત પાંચમા દિવસે મંગળવારે પણ કોરોનાથી માત્ર 3 મોત થયા હોવાનું તંત્ર દ્વારા સત્તાવાર જાહેર કરાયું હતું. શહેરી વિસ્તારમાં ભુજમાં સૌથી વધુ 47, ભચાઉ 20, માંડવીમાં 14, ગાંધીધામ 11, અંજારમાં રાહત રૂપે માત્ર 2 તેમજ રાપર અને મુન્દ્રામાં 1-1ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તો તાલુકાવાર ભુજમાં 22, ભચાઉ 13, અબડાસા 7, અંજાર, લખપત અને માંડવીમાં 6-6 જ્યારે નખત્રાણામાં 5 દર્દી વાયરસની ઝપેટમાં આવ્યા હતા. રાપર અને મુન્દ્રા તાલુકામાં એકપણ કેસ નોંધાયો ન હતો.

જીકેમાં ઓક્સિજન સાથેની 67 પથારી ખાલી
આરોગ્ય વિભાગ દ્વારા બહાર પડાયેલી યાદીમાં ભુજની જનરલ હોસ્પિટલમાં હજુ પણ ઓક્સિજનની સુવિધા સાથેની 67 પથારી ખાલી હોવાનો દાવો કરાયો હતો જ્યારે કેટલાક લોકોએ મંગળવારે જ કોઇ બેડ ખાલી નથી તેવો જવાબ મળ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી બાજુ હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના તમામ 53 બેડ ભરાયેલા હોવાનું જણાવાયું હતું જે હજુ પણ સ્થિતિ કેટલી ગંભીર છે તે સૂચવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો