તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:1600 શ્રમિકને ટ્રેનથી UP મોકલાયા, ગોરખપુરની ટ્રેન રદ્દ નહીં મોકુફ

ભુજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

મંગળવારના બપોરે 1 વાગ્યે ગાંધીધામથી વારાણસી માટે ટ્રેન રવાના કરાઈ હતી. જેમાં મુખ્યત્વે ગાંધીધામ, અંજાર, અબડાસા, મુંદ્રા, નખત્રાણા અને ભચાઉમાં કામ કરતા શ્રમિકોને મોકલવામાં આવ્યા હતા. વારાણસી જતી ટ્રેનમાં કોઇ શ્રમિકોને કાનપુર ઉતરવું હોય, તો તેની સવલત પણ અપાઈ રહી છે. આરએસએસ, અગ્રવાલ સમાજ દ્વારા તમામ પ્રવાસીઓને નિઃશુલ્ક ફુડ પેકેટ અપાયા હતા. અગાઉ ગાંધીધામથી બિહારના દાનાપુરા, અને મધ્યપ્રદેશના મેઘનગર માટેની શ્રમિક વિશેષ ટ્રેન ચલાવાઈ હતી. ગાંધીધામથી ગોરખપુર (યુપી) જનારી ટ્રેન રદ્દ કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી. જે અંગે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સચોટ જંકશન નિર્ધારીત કરી શકાય તે માટે તેને રદ્દ નહીં પણ મોકુફ રાખવામાં આવી હતી. જેથી તે અંગે સંકલન કરી રેલવે તંત્રના શિડ્યુલ મુજબ ટ્રેનો કાર્યરત કરાશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો