તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:ભુજમાં ભાજપે યોજેલા રસીકરણ કેમ્પમાં 1600 લોકોને રસી અપાઈ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરનાં દસેદસ વોર્ડમાં કાર્યક્રમ સ્થળે ભુજવાસીઓ સ્વયંભૂ ઉમટ્યા

ભુજમાં શહેર ભાજપે દસેદસ વોર્ડમાં રસીકરણ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં ભુજવાસીઓ સ્વયંભૂ ઉમટ્યા હતા અને 1600 ઉપરાંત લોકોએ રસી લીધી હતી.કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહ ઈનચાર્જ સાત્વિકદાન ગઢવીઆ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર ભાજપ પ્રમુખ શીતલ શાહના નેજા હેઠળ કાર્યક્રમનું આ​​​​​​​યોજન કરાયું હતું.

શહેરના દસેદસ વોર્ડમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માની સૂચના અનુસાર આરોગ્ય વિભાગે ટીમો મોકલીને ઉત્કૃષ્ટ કામગીરી નિભાવી હતી, જેમાં ભાજપના નગરસેવકો અને ચૂંટણી લડેલા ઉમેદવારોઅે સંકલન સાધી સેવા અાપી હતી.કાર્યક્રમમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમા આચાર્ય, ભુજ નગરપાલિકાના અધ્યક્ષ ઘનશ્યામ રસીક ઠક્કર, ઉપપ્રમુખ રેશ્મા ઝવેરી, ભુજ શહેર ભાજપ મહામંત્રી બાલકૃષ્ણ મોતા, રસીકરણ અભિયાન જિલ્લા ઈનચાર્જ ડો. રામ ગઢવી, સહઈનચાર્જ જયદીપસિંહ જાડેજા, જયંત ઠક્કર, ભુજ શહેર ઈનચાર્જ જીગર શાહ, સહ ઈનચાર્જ હિરેન રાઠોડનો સહયોગ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો