સારી માછલીની લ્હાયમાં ઉલ્લંઘન:રાજ્યમાં 1600 કિમી લાંબો દરિયો તેમ છતાં માછીમારો જખૌ સામે દૂર સુધી પ્રતિબંધિત વિસ્તારમાં જવા મજબૂર

જખાૈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માછીમારો દ્વારા નિયમોને નેવે મૂકીને પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારીના પ્રમાણમાં દર વર્ષે વધારો
  • રાજયની 70 ટકા જેટલી માછીમારી બોટો ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં સક્રીય
  • ઓખા, પોરબંદર, વેરાવળ, માંગરોળ સહિતની અંદાજે હજારથી વધુ બોટ પાક.ના કબજામાં

આમ તો ગુજરાત રાજ્ય નો દરિયાઈ વિસ્તાર 1600 કિલોમીટર લાંબો છે તેમ છતાં પણ માછીમારો સારી માછલીઓની લાલચમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રતિબંધિત વિસ્તારથી પણ આગળ આંતરરાષ્ટ્રીય જળ સીમા ઓળગી જતા હોય છે. પ્રતિબંધિત વિસ્તારમાં જતા હોવાથી પાકિસ્તાન દ્વારા માછીમારોનું અપહરણ કરવામાં અાવે છે. માછીમારીના નિયમોને નેવે મૂકીને સરકારના પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારીના પ્રમાણમાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે, હાલ રાજયની 70 ટકા જેટલી માછીમારી બોટો ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં સક્રીય હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલમાં એક ઓખાની માછીમારી બોટ ઉપર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા ફાયરિંગ કરાયું હતું, જેમાં અેક માછીમારનું મોત નિપજયું હતું. તો બીજો માછીમાર ઘાયલ થયો હતો. તો એક બોટ અને એના માછીમારોનું અપહરણ કરી જવાયું હતું. માછીમારોના અપહરણની બનતી ઘટનાઅો ખુબજ ચિંતાનો વિષય બની ગઇ છે. આમ તો માછીમારો ઉપર ફાયરિંગ કરવાની ઘટના આંતરરષ્ટ્રીય દરિયાઈ વિસ્તારમાં લગભગ ત્રણ થીચાર વખત બની હોવાનું જાણવા મળી રહ્યું છે જેના થકી દરિયાઈ ખેડુઓની ચિંતાઓમાં વધારો થયો છે. ઓખા, પોરબંદર, વેરાવળ, માંગરોળ સહિત ની અંદાજે હજારથી વધુ બોટ પાકિસ્તાનના કબજામાં છે.

40 અેમ.અેમ.ની જાળીનો ઉપયોગ કરવાની મનાઇ પણ...
ફિશરીઝ એક્ટ 2003ના જોગવાઈ મુજબ કોઈ પણ માછીમાર 40 અેમ.અેમ.થી નીચેની માછીમારીની જાળનો ઉપયોગ કરી શકતો નથી, પછી એ પગળીયો માછીમાર હોય કે મોટી ટ્રોલિંગ બોટ હોય. પણ હાલમાં ખુલ્લા સમુદ્ર માં અને ક્રીક વિસ્તારોમાં આ પ્રતિબંધિત જાળીઅોનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયો હોવાથી કચ્છ જિલ્લાની ક્રીક વિસ્તારોમાં પગળીયા માછીમારો પણ ક્યાંક જ જોવા મળે છે.

પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારી કરતા પકડાય તો પાસ રદ્દ
ફિશરીઝ ખાતા દ્વારા જણાવ્યા પ્રમાણે પ્રતિબંધિત વિસ્તારમાંથી કોઈ પણ બોટ માછીમારી કરતા પકડાય છે તો એ બોટનો ડીઝલ પાસ રદ કરવામાં આવે છે અને એ બોટને ૩ મહિના માટે માછીમારી કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

જખાૈ બંદરે પણ અમુક માછલી ભાગ્યે જ જોવા મળે
પાપ્લેટ તેમજ ગોલ ફીશ માટે પ્રખ્યાત જખૌ બંદર ઉપર પણ હવે ખાલી આ માછલીઓ ભાગ્યે જ જોવા મળે છે. ગુજરાતની મત્સ્યોદ્યોગ બંદરોની જેટ્ટીઓ ઉપર દરરોજ હજારો ટન માછલીઓના બચ્ચાંઓ (જુવેનાઇલ ફીશ)નો ખુબ મોટા પ્રમાણમાં અને ધોરા દિવસે રાજ્યના બંદરો ની જેટ્ટી ઓ ઉપર લાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...