નોટિસ:કુકમામાં હેતુફેર થતા આજે 16 એકર જમીન હસ્તગત કરાશે

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોકેશનલ એન્ડ એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર માટે ફાળવાઈ હતી : આશાપુરા ફાઉ.ને સર્કલ અોફિસરે કબજા માટે નોટિસ પાઠવી​​​​​

અાશાપુરા ફાઉન્ડેશનને ભુજ તાલુકાના કુકમામાં વોકેશનલ અેન્ડ અેજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટરના શૈક્ષણિક હેતુથી 6.47 હેકટર અને 50 ચોરસ મીટર જમીન ફાળવાઈ હતી. પરંતુ, શરતોનું પાલન કરાયું નથી, જેથી સર્કલ અોફિસરે સોમવારે જમીનનો તાત્કાલિક ખુલ્લો અને શાંત કબજો સોંપવા નોટિસ ફટકારી છે.

ભુજ સ્થિત મામલતદાર કચેરીના સર્કલ અોફિસરે 30મી સપ્ટેમ્બરે ભુજ તાલુકાના ભુજોડી સ્થિત અાશાપુરા ફાઉન્ડેશનના સી/અો હિરાલક્ષ્મી મેમોરિયલ ક્રાફ્ટ પાર્કને કલેકટરના 2020ની 3જી જૂનના હુકમનો સંદર્ભ ટાંકતી નોટિસમાં જણાવ્યું છે કે, વોકેશનલ અેન્ડ અેજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટરના શૈક્ષણિક હેતુ માટે ભુજ તાલુકાના કુકમાના સર્વે નંબર 331/1 પૈકીની હેકટર 6.47.50 અારે જમીન મંજુર કરવામાં અાવી હતી.

જે મંજુરી હુકમની શરતોનું પાલન થયું નથી, જેથી કલેકટરના હુકમથી શરતભંગ ગણી જમીન શ્રી સરકારના ખાતે દાખલન કરવા અને જમીનનો તાત્કાલિક ખુ્લ્લો અને શાંત કબજો શ્રી સરકાર હસ્તે મેળવી લેવા હુકમ થઈ અાવી ગયો છે. માટે જમીનનો કબજો 4થી અોક્ટોબરે 10 વાગે કુકમા ગ્રામ પંચાયત કચેરીને સોંપવા પ્રતિનિધિને હાજર રાખવું. જો કોઈ પ્રતિનિધિને હાજર રાખવામાં નહીં અાવે તો અેક પક્ષીય કબજો લેવામાં અાવશે.

મદદનીશ કલેકટર દ્વારા જુલાઈમાં મામલતદારને તપાસ સોંપાઇ હતી
મદદનીશ કલેકટરે 2021ની 20મી જુલાઈના મામલતદારને પત્ર લખી જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના કુકમાના અરજદાર હમીર અાતુ મારવાડાઅે 2021ની 25મી મેના વડાપ્રધાનના કાર્યાલયને સંબોધી રજુઅાત કરી હતી, જેમાં 2020ની 3જી જૂનના કલેકટરના હુકમનો પાલન કરાયો છે કે કેમ તેની તપાસ કરવાની છે. અેટલું જ નહીં પણ વડાપ્રધાન કાર્યાલયને સંબંધિત હોઈ અગ્રતા અાપવા પણ જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...