સફાઈ અભિયાન:માંડવી બીચ પર આંતરરાષ્ટ્રીય તટવર્તી સ્વચ્છતા દિવસ નિમિત્તે 1.5 ટન કચરો એકત્ર કરવામાં આવ્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓના સયુંકત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું

પશ્ચિમ કચ્છના રમણીય માંડવી દરિયા કિનારે આજે સવારે બીચની સુંદરતા જળવાઈ રહે અને પર્યાવરણ જાગૃતિ કેળવાય એવા હેતુસર આંતરરાષ્ટ્રીય તટવર્તી સ્વચ્છતા દિવસ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તટ રક્ષકદળ ભુજની ગાઈડ સંસ્થા, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ભુજ, નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ, માંડવી નગર પાલિકા, અદાણી ફાઉન્ડેશન વગેરે સરકારી તથા ખાનગી સંસ્થાઓના સયુંકત ઉપક્રમે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

માંડવીના સુંદર બીચ પર ફરવા આવતા સહેલાણીઓ, મુલાકાતીઓ દ્વારા ફગાવી દેવાયેલા પ્લાસ્ટિક બોટલ, નમકીનના ખાલી પેકેટ વગેરે બિન જરૂરી અને પર્યાવરણ માટે હાનિકારક વસ્તુઓને તટ રક્ષક દળના જવાનો, નગર પાલિકા સ્ટાફ, માંડવી સરકારી વિજ્ઞાન કોલેજના 100 જેટલા વિદ્યાર્થીઓ, અદાણી ફાઉન્ડેશન સાથે અન્ય સ્વયંસેવકોએ સાથે મળીને સફાઈ અભિયાન આદર્યું હતું જેમાં 1.5 ટન કચ્ચરો એકત્ર કરવામાં આવ્યો હતો.

ગાઈડ સંસ્થા ભુજ, ગુજરાત ઈસ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી, નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચના અધિકારીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિવિધ સંસ્થાના સ્વયં સેવકો, કર્મચારીઓએ સહયોગી બની દરિયા કિનારાને સાફ સાફસુથ્થરો બનાવવા કાર્ય કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...