તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:કચ્છના 31 સેન્ટરો પર કોલેજના 15 હજાર છાત્રોએ પરીક્ષા આપી

ભુજ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન બાદ સેમેસ્ટર 3 અને 5ની કસોટીમાં નોંધપાત્ર હાજરી

લોકડાઉન બાદ મોટાભાગે શિક્ષણ કાર્ય ઓનલાઇન કરી દેવાયું છે, હજુય અમુક છાત્રો ઓનલાઇન શિક્ષણ મેળવે છે. સોમવારે કચ્છ યુનિવર્સિટી તરફથી પરીક્ષાઓની શરૂઆત થઇ છે પ્રથમ દિવસે જુદી જુદી કોલેજોમાં 15124 છાત્રોએ પરીક્ષા આપી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ડર ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ એમ.બી.બી.એસ., લો, બીએડ તેમજ સ્નાતક કક્ષાના છાત્રોની પરીક્ષાઓનો પ્રારંભ સોમવારે થઇ ચુકયો છે. કચ્છ જિલ્લાની જુદી જુદી કોલેજમાં છાત્રોએ પરીક્ષા આપી છે, બે સીફટમાં પરીક્ષા લેવામાં આવી હતી. કચ્છના 31 સેન્ટરનો પર સેમેસ્ટર 3 અને 5ના 15124 છાત્રોએ પરીક્ષા આપી હતી. કોવીડ ગાઇડલાઇનને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ નિયમનું ઉલ્લંઘન ન થાય તે માટે કોલેજના સંચાલકો તરફથી પુરતુ આયોજન કરવામાં આવ્યું હતું.

લોકડાઉન બાદ ઓફલાઇન લેવાયેલી પરીક્ષામાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં છાત્રો હાજર રહ્યા હતા. અત્યાર સુધી શિક્ષણ કાર્ય ઓનલાઇન થતું હતું તો અમુક પરીક્ષા પણ ઓનલાઇન લેવાઇ હતી. કોલેજમાં અભ્યાસક્રમ શરૂ કરાયું પણ વાલીઓના સંમતિપત્ર લેવામાં આવે છે જેમાં પણ મોટાભાગના છાત્રો ઘરેથી અભ્યાસક્રમ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું.

આજે 13 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે
કચ્છ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો. તેજલ શેઠે જણાવ્યું હતું કે, સોમવારે કચ્છના જુદા જુદા 31 સેન્ટર પર 15124 છાત્રોએ પરીક્ષા આપી હતી અને આજે મંગળવારે 13 હજાર છાત્રો જુદા જુદા સેન્ટરો પર પરીક્ષા આપવામાં માટે હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો